World News: ઇટાલીની પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ શુક્રવારે જણાવ્યું હતું કે તે પોતાના ટેલિવિઝન પત્રકાર પાર્ટનર એન્ડ્રીયા જિયામ્બ્રુનોથી અલગ થઈ ગઈ છે. જિયામ્બ્રુનોને ગત અઠવાડિયામાં પ્રસારિત કરવામાં આવેલી સેક્સિસ્ટ કોમેન્ટ માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને SCથી રાહત, ઉલ્ટું અરજદારને કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ


મેલોનીએ ફેસબુક પર લખ્યું, 'એન્ડ્રીયા જિયામ્બ્રુનો સાથેનો મારો સંબંધ, જે લગભગ 10 વર્ષ સુધી ચાલ્યો, તે અહીં સમાપ્ત થઈ ગયો છે. કેટલાક સમયથી અમે અલગ થઈ ગયા છે અને તેણે સ્વીકાર કરવાનો સમય આવી ગયો છે. તમને જણાવી દઈએ કે આ કપલને એક નાની દીકરી છે. જિયામ્બ્રુનો મીડિયાસેટ દ્વારા પ્રસારિત એક સમાચાર કાર્યક્રમ પ્રેજેન્ટર છે.


આ મેચમાં નહીં રમે ટીમ ઈન્ડિયાનો સૌથી ઘાતક બેટર, ભારતના વર્લ્ડકપ અભિયાનને ઝટકો


આ સપ્તાહના બે દિવસોમાં, એક અન્ય મીડિયાસેટ શોએ જિયામબ્રુનોના પ્રોગ્રામના ઑફ-એર અંશ પ્રસારિત કર્યા, જેમાં તેને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો દેખાડવામાં આવ્યો હતો. તે એક મહિલા સહકર્મીને પૂછતો જોવા મળે છે કે, 'હું તમને પહેલા કેમ ન મળ્યો?' ગુરુવારે ટેલીકાસ્ટ બીજામાં સૌથી સ્પષ્ટ રેકોર્ડિંગમાં જિયોમ્બ્રુનોને અફેર વિશે બડાઈ મારતા અને સ્ત્રી સહકાર્યકરોને કહેતા સાંભળવામાં આવ્યા હતા કે જો તેઓ ગ્રુપ સેક્સમાં ભાગ લે તો તેઓ તેમના માટે કામ કરી શકે છે.


World Cup 2023: પાકિસ્તાન આ ટીમની સામે હારી તો થશે ઘરભેગી, ઓસ્ટ્રેલિયાને મોટો ખતરો


આ પહેલીવાર નથી જ્યારે જિયામ્બ્રુનો વિવાદમાં આવ્યો છે. અગાઉ એક ગેંગરેપ કેસ અંગેની તેમની ટિપ્પણીઓની ટીકા થઈ હતી. પોતાની કોમેન્ટમાં તે પીડિતાને જ સ્પષ્ટ રૂપથી ગુના માટે જવાબદાર માને છે. જિયામ્બ્રુનોએ પોતાના શો દરમિયાન એક કોમેન્ટમાં કહ્યું, 'જો તમે નાચવા જાવ છો, તો તમને નશામાં ચૂર થવાનો પૂર્ણ અધિકાર છે. પરંતુ જો તમે નશામાં રહેવાનું અને તમારી ઈન્દ્રિયોને ગુમાવવાથી બચો છો, તો તમે અમુક સમસ્યાઓમાં ફસવાનું અને આવવાથી પણ બચી શકો છો. 


WhatsApp લાવ્યું Instagram જેવું ફીચર! હવે ચલાવી શકશો એકસાથે બે એકાઉન્ટ


મેલોનીએ આ નિવેદન પછી કહ્યું કે તેણીને તેના પાર્ટનરની ટિપ્પણીઓના આધારે ન્યાય ન કરવો જોઈએ અને ભવિષ્યમાં તે તેના વર્તન વિશેના પ્રશ્નોના જવાબ આપશે નહીં.