આ દેશમાં તોફાનના કારણે વિનાશની આશંકા, 8 લાખ લોકોનું કરાયું સ્થળાંતર
જાપાન સરકારે ટાયફૂન હેશેન (Typhoon Haishen)ના ખતરાને ધ્યાનમાં રાખી 8,10,000થી વધુ લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બીજી જગ્યાએ ખસેડ્યા છે અને દરેકને સાવચેતી રાખવા જણાવ્યું છે. આ તે લોકો છે જે જાપાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં રહેતા હતા
નવી દિલ્હી: જાપાન સરકારે ટાયફૂન હેશેન (Typhoon Haishen)ના ખતરાને ધ્યાનમાં રાખી 8,10,000થી વધુ લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બીજી જગ્યાએ ખસેડ્યા છે અને દરેકને સાવચેતી રાખવા જણાવ્યું છે. આ તે લોકો છે જે જાપાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં રહેતા હતા. જાપાનની સરકારે રવિવાર (6 સપ્ટેમ્બર)ના રોજ દક્ષિણ વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઇએ કે, જાપાને આ વિસ્તારમાં આગામી સમયમાં તોફાન ટાયફૂન હેશેન (Typhoon Haishen) આવવાની સંભાવ વ્યક્ત કરી છે. આ માહિતી જાપાનના સંરક્ષણ મંત્રી તારો કોનો (Japanese Defence Minister Taro Kono) દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો:- રાફેલ મામલે પાકિસ્તાન થયુ ભયભીત, બાજવા બાલાકોટને લઇ ફરી બોલ્યા જૂઠું
જાપાનના હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે, હું દરેકને આગ્રહ કરું છું કે તેઓ ખૂબ કાળજી લે, સ્થાનિક અધિકારીઓની સૂચનાનું પાલન કરે અને તેમના પોતાના જીવનની રક્ષા કરે. કારણ કે એકવાર તમે પવનના ક્ષેત્રમાં પ્રવેશ કરો છો તો તમે સલામત સ્થળે જઈ શકતા નથી, તો સરકારના નિયમોનું પાલન કરો.
આ પણ વાંચો:- લાદેનની ભત્રીજીનું ટ્રમ્પને સમર્થન, કહ્યું- બિડન સત્તામાં આવે તો 9/11થી મોટો હુમલો થઇ શકે છે
ટાયફૂન હેશેન
હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં ભારે પવન અને તોફાન પસાર થશે, ત્યાં રેકોર્ડ સ્તર પર ભારે હવાઓ અને મોજા જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે, ટાયફૂન હેશેન જાપાનના ક્યુશુ આઇલેન્ડથી 6 અથવા 7 સપ્ટેમ્બરના રોજ આવી શકે છે. આ તોફાનના કારણે દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ તરફ જતી લગભગ 100 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જાપાનના સંરક્ષણ મંત્રીએ એનએચકે બ્રોડકાસ્ટર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટાયફૂન હેશેનના કારણે કંઇપણ ઘટના ઘટી શકે છે, તો તેને સંભાળવા માટે 22 હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર