જાપાનની સંસદમાં 70 વર્ષમાં પહેલી વાર કોઈ સાંસદને એક પણ સત્રમાં હાજરી ન આપવા બદલ કાઢી મૂકવામાં આવ્યો છે. સાંસદ અને સેલિબ્રિટી ગોસિપ યુટ્યુબર યોશીકાઝુ હિગાશિતાની સાત મહિના સુધી હાઉસ ઓફ કાઉન્સિલર્સમાંથી ગાયબ રહેતાં તેમની સામે આ કાર્યવાહી કરાઈ છે. સંસદમાંથી સાંસદની હકાલપટ્ટીની કાર્યવાહી આગામી સપ્તાહે પૂર્ણ કરાશે. સેનેટના સભ્યોની ભલામણ બાદ જાપાનની સંસદની શિસ્ત સમિતીએ આ અંગેનો ઠરાવ પસાર કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંસદ પર લોકશાહીના મૂલ્યોનું અપમાન કરવાનો આક્ષેપ
યુટ્યુબ પર ગેસી (GaaSyy)નાં નામે જાણીતા હિગાશિતાની પોતાને ચૂંટીને સંસદમાં મોકલનાર જનતા માટે કામ કરવાની જગ્યાએ સેલિબ્રિટી ગોસિપ વીડિયો બનાવવામાં વધુ રસ લેતા હતા. સાંસદોના મતે ગેસીને નિયમ અને કાયદા પર આધારિત લોકશાહીનાં પાયાના મૂલ્યોની સમજ નથી. 


આ પણ વાંચો: VIDEO: મેકઅપ કરાવતા જ મહિલા બની 'સ્વર્ગની પરી', લોકોએ કહ્યું આટલો મોટો દગો
આ પણ વાંચો:  Sexual Health: શારીરિક સંબંધ માટે આ છે બેડટાઈમ, પાર્ટનરને નહી મળે પુરતો સંતોષ
આ પણ વાંચો:  1 મિનિટનો કિસિંગ સીન, 47 રિટેક અને 4 દિવસની મહેનત.. પછી મળ્યો પરફેક્ટ શોટ!


'નો-શૉ એમપી' ના હુલામણા નામે જાણીતા હિગાશિતાની ગયા વર્ષે જુલાઈમાં સંસદના ઉપલા ગૃહમાં ચૂંટાયા હતા. તેઓ 'સેજિકા જોશી 48' એટલે કે 'પોલિટિશિયન ગર્લ્સ 48'ના નામે જાણીતી પાર્ટીનાં સભ્ય છે. અન્ય રાજકીય પક્ષોથી અલગ 'સેજિકા જોશી 48' એક સિંગલ ઈશ્યુ પાર્ટી છે, તેનો હેતુ ફક્ત જાપાનનાં જાહેર પ્રસારણ ક્ષેત્રમાં સુધારા કરવા માટેનો છે.


આ પણ વાંચો: Romantic Ride: 'કબીરસિંહ' જેવું કપલ, ચાલુ બુલેટ પર રોમાન્સનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો 


સાંસદ પદ ગુમાવતા હિગાશિતાનીની મુશ્કેલી વધી
હિગાશિતાની આ જ પક્ષમાંથી જાપાનની સંસદમાં ચૂંટાયેલા બે સાંસદોમાંથી એક છે. બીજા સાંસદે સંસદના સત્રમાં હાજરી આપી છે. 51 વર્ષના હિગાશિતાની માનહાનીના એક કેસનો સામનો કરી રહ્યા છે. તે દુબઈમાં રહે છે અને તેમને ડર છે કે જાપાનમાં પ્રવેશતા જ તેમની ધરપકડ કરવામાં આવશે. કેમ કે સંસદના સત્ર દરમિયાન સાંસદની ધરપકડ થઈ શકતી નથી. પણ હવે હિગાશિતાનીએ વિશેષાધિકાર ગુમાવી ચૂક્યા છે.


આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: બિન્દાસ છે આ છોકરી...છોકરો ના પાડતો રહી તો પણ તૂટી પડી, કીસથી કરી દીધો તરબોળ!!!!
આ પણ વાંચો: છોકરા સાથે બળજબરી કરી રહી છે છોકરી, દરવાજો બંધ કરીને કરીને એવી હરકત કે...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube