Shinzo Abe Attacked: જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર એક સભામાં ભાષણ દરમિયાન ફાયરિંગ થયું. રિપોર્ટ્સ મુજબ શિંજો આબેને બે ગોળી વાગી છે. તેમના શરીરમાંથી હુમલા બાદ લોહી વહી રહ્યું હતું. ગોળી વાગ્યા બાદ તેઓ ત્યાં જ ઢળી પડ્યા અને શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા. હાલ આબેની હાલત ગંભીર છે કારણ કે લોહી ખુબ વહી ગયું છે. મળતી માહિતી મુજબ ગોળી વાગ્યા બાદ શિંજો આબેને હાર્ટ એટેક  પણ આવી ગયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિંજો આબે પર આ હુમલો નારા શહેરમાં થયો. જ્યારે હુમલો થયો ત્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા. હુમલો થયા બાદ તેઓ ઢળી પડ્યા. તેમના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. શિંજો આબે અચાનક આમ પડી જતા ત્યાં હાજર લોકોને પહેલા તો કઈ સમજમાં આવ્યું નહી. શિંજો આબે પર આ હુમલો શુક્રવારે સ્થાનિક સમય મુજબ સવારે 11.30 વાગે થયો. NHK વર્લ્ડ ન્યૂઝના રિપોર્ટ મુજબ ગોળી ચાલવા જેવો અવાજ આવ્યો અને એક સંદિગ્ધને પકડી લેવાયો છે. ઘટના સ્થળે હાજર NHK વર્લ્ડ ન્યૂઝના એક રિપોર્ટરે કહ્યું કે આબેના ભાષણ દરમિયાન તેમને સતત બે ધમાકાનો અવાજ સંબળાયો હતો. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube