કોરોનાને હજુ કટોકટી જાહેર કરવાની ઈચ્છા નથી, નક્કી સમય પર યોજાશે ઓલિમ્પિકઃ શિંઝો આબે
ટોક્યો ઓલિમ્પિક પર કોરોના વાયરસના વાદળો ઘેરાવા લાગ્યા છે પરંતુ જાપાની વડાપ્રધાન શિંઝો આબેએ કહ્યું કે, રમતોના આ મહાકુંભનું આયોજન નક્કી સમય પર થશે.
ટોક્યોઃ કોરોના વાયરસની મહામારીને કારણે ટોક્યો ઓલિમ્પિક રમતના કાર્યક્રમમાં ફેરફારના દબાવ છતાં જાપાનની વડાપ્રધાન શિંઝો આબેએ શનિવારે કહ્યું કે, તેનું આયોજન યોજના અનુસાર થશે.
વિશ્વભરમાં 1,40,000થી વધુ લોકો ચેપગ્રસ્ત થઈ ચુક્યા છે અને તેનાથી 5400 લોકોના મોત થયા છે. પરંતુ આબેએ કહ્યું કે, આ વાયરસને કારણે 'કટોકટી'ની સ્થિતિ જાહેર કરવાની કોઈ ઈચ્છા નથી અને તેમણે કહ્યું કે, જાપાન યોજના અનુસાર જુલાઈમાં આ રમતોની યજમાની કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસ પહેલા સલાહ આપી હતી કે કોરોના વાયરસના વધતા ચેપને કારણે આ રમતોને એક વર્ષ માટે સ્થગિત કરી દેવી જોઈએ.
આબેએ પત્રકાર પરિષદમાં કહ્યું, 'અમે સંબંધિત અધિકારીઓની સાથે વાતચીત કર્યા બાદ જવાબ આપીશું જેમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સામેલ છે.' તેણણે કહ્યું, 'અમે આ વાયરસ પર કાબુ મેળવી કોઈ મુશ્કેલી વગર યોજના અનુસાર ઓલિમ્પિકનું આયોજન કરવા ઈચ્છીએ છીએ.'
આયોજકો, જાપાન સરકારના અધિકારીઓ અને આઈઓસીએ કહ્યું કે, તૈયારીઓ યોગ્ય રીતે ચાલી રહી છે અને તેને સ્થગિત કે રદ્દ કરવામાં આવશે નહીં. ટ્રમ્પના સૂચન બાદ શુક્રવારે આબેએ ફોન પર તેમની સાથે વાત કરી પરંતુ તેમાં તેમણે સ્થગિત કરવા પર કોઈ ચર્ચા કરી નથી. જાપાનમાં 700થી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે અને 21 લોકોના મોત થયા છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube