Hindu Temple Vandalised: એક ક્રિકેટ મેચના બાદ બ્રિટનના આ શહેરમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે તણાવ, 16 પોલીસકર્મી ઘાયલ
Hindu-Muslim Clash: બ્રિટનમાં હેટક્રાઈમના કેસ અટકવાનું નામ જ નથી લેતા, લીસેસ્ટરમાં મુસ્લિમ કટ્ટરપંથીઓએ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી અને ભગવા ઝંડાને અપવિત્ર કર્યો. લીસેસ્ટર પોલીસે એક નિવેદનમાં આ જાણકારી આપી. લંડન સ્થિત ભારતીય હાઈ કમિશને હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસા અને તોડફોડની ઘટનાની નિંદા કરી છે.
Hindu-Muslim Clash: બ્રિટનમાં હેટક્રાઈમના કેસ અટકવાનું નામ જ નથી લેતા, લીસેસ્ટરમાં મુસ્લિમ કટ્ટરપંથીઓએ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી અને ભગવા ઝંડાને અપવિત્ર કર્યો. લીસેસ્ટર પોલીસે એક નિવેદનમાં આ જાણકારી આપી. લંડન સ્થિત ભારતીય હાઈ કમિશને હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસા અને તોડફોડની ઘટનાની નિંદા કરી છે. કમીશને પ્રશાસન સામે આ મામલો ઉઠાવ્યો છે અને અપરાધીઓને કડક સજાની માંગણી કરી છે. ઝંડો પાડવાની ઘટના પર પોલીસે કહ્યું કે અમે તે વીડિયોથી વાકેફ છીએ જેમાં એક વ્યક્તિ મેલ્ટન રોડ પર ધાર્મિક ઈમારત પરથી ઝંડો પાડતો જોવા મળી રહ્યો છે. આ મામલાની તપાસ થઈ રહી છે. 28 ઓગસ્ટના રોજ એશિયા કપમાં ભારત જ્યારે પાકિસ્તાન સામે મેચ જીત્યું તો ત્યારબાદ હિંસાનો દોર સતત ચાલુ છે. બંને પક્ષના અલગ અલગ નિવેદનો મીડિયા સામે આવ્યા છે. મેચની રાતે જ લીસેસ્ટરના મેલ્ટન રોડ પર બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ 8 લોકોની ધરપકડ કરાઈ હતી.
16 અધિકારીઓ ઘાયલ
લીસેસ્ટર શાયર પોલીસે પણ ઉપદ્રવીઓની આક્રમકતાનો સામનો કરવો પડ્યો. જેમાંથી કેટલાક લોકો ઘાયલ થયા. બીબીસીના રિપોર્ટ મુજબ ફોર્સના ચીફ કોન્સ્ટેબલ રોબ નિક્સને કહ્યું કે શનિવારે લોકોના સમૂહોને એકબીજા પર હુમલો કરતા રોકવા માટે પોલીસે ખુબ પ્રયત્નો કર્યા, જેમાં 16 અધિકારીઓ અને એક શ્વાન ઘાયલ થયા. રિપોર્ટમાં કહેવાયું છે કે અશાંતિ મુસ્લિમ અને હિન્દુ સમુદાયના યુવાઓ વચ્ચે થઈ.
નિક્સને કહ્યું કે તણાવને દૂર કરવામાં મદદ કરવા માટે અધિકારીઓને દેશના અલગ અલગ ભાગોમાંથી લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે તેમણે અનેક મુશ્કીલ હાલાતોનો સામનો કર્યો અને જનતાની રક્ષા માટે પોતાના જીવ જોખમમાં મૂક્યા. અત્યાર સુધીમાં કુલ 27 લોકોની ધરપકડ થઈ છે.
ઈજા પહોંચાડવા માટે તત્પર હતા ઉપદ્રવીઓ
નિક્સને કહ્યું કે અમારે મોટી સંખ્યામાં એવા લોકોનો સામનો કરવો પડ્યો જે બીજા લોકોને ઈજા પહોંચાડવા માટે આતુર હતા. પોલીસના જણાવ્યાં મુજબ પૂર્વ લીસેસ્ટરમાં શનિવારે થયેલા વિરોધ પ્રદર્શનથી તણાવની સ્થિતિ પેદા થઈ. રવિવારે એક વધુ વિરોધ પ્રદર્શન થયું. જેમાં લગભગ 100 લોકો સામેલ હતા. પરંતુ પોલીસે કહ્યું કે આ દરમિયાન કોઈ અવ્યવસ્થા ફેલાઈ નથી.
લીસેસ્ટરશાયર પોલીસે સોમવારે જણાવ્યું કે પૂર્વ લીસેસ્ટરમાં અવ્યવસ્થા રોકવા માટે અભિયાન ચાલુ છે. શનિવારે હંગામા દરમિયાન બે લોકોની ધરપકડ થઈ હતી. એક ુયવકને હથિયાર રાખવાના શકમાં અને બીજાને હિંસક અવ્યવસ્થા કરવાના ષડયંત્રના શકમાં. બીબીસીએ જણાવ્યું કે લીસેસ્ટરમાં માહોલ ન બગડે તે માટે એક ઓપરેશનમાં 15 લોકોની ધરપકડ થઈ છે. મુખ્ય રીતે મુસ્લિમ અને હિન્દુ સમુદાયોના યુવાઓ વચ્ચે તણાવના કારણે શનિવારે મોટા પાયે અશાંતિ હતી.
રવિવારે 15ની કરાઈ ધરપકડ
પોલીસે કહ્યું કે બધુ અચાનક થયેલા પ્રદર્શનના કારણે થયું. રવિવારે લગભગ 100 લોકોની ભાગીદારીવાળું વધુ એક પ્રદર્શન થયું. રવિવારે ધરપકડ કરાયેલા તમામ 15 લોકો કસ્ટડીમાં છે. બીબીસી રિપોર્ટ મુજબ લીસેસ્ટરના મેયર પીટર સોલસ્બીએ કહ્યું કે તેઓ અને સમુદાયના નેતાઓ ઘટનાથી સ્તબ્ધ હતા.
રવિવારે વિરોધ દરમિયાન લોકો બેલગ્રેવ રોડ પર ભેગા થયા. ભીડના સભ્યોએ બીબીસીને જણાવ્યું કે હાલની અશાંતિના કારણે તેઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા. અધિકારીઓએ રસ્તાઓ બંધ કરી દીધા અને ભીડમાંથી કેટલાક પોલીસકર્મીઓ સાથે ધક્કામુક્કી કરવા લાગ્યા હતા.
પોલીસે સંભાળી સ્થિતિ
ત્યારબાદ પ્રદર્શનકારીઓ નોર્થ એવિંગ્ટન વિસ્તારમાં ગ્રીન લેડ રોડ પર જતા રહ્યા. પોલીસે તરત મોરચો સંભાળી લીધો. હંબરસ્ટોન રોડ ઉપર પણ પોલીસની હાજરી હતી. આસપાસ અનેક રસ્તાઓ બંધ કરી દેવાઆ. પોલીસે એક નિવેદનમાં કહ્યું કે અધિકારીઓને રવિવારે બપોરે શરેહના નોર્થ ઈવિંગ્ટન વિસ્તારમાં કેટલાક યુવકો ભેગા થયા હોવાની માહિતી મળી. અધિકારીઓએ તેમની સાથે વાત કરી અને શાંતિ જાળવવાની અપીલ કરી. પોલીસ પણ અલર્ટ છે જેથી કરીને અશાંતિ ન ફેલાય.
શું હતો મામલો?
પૂર્વ લીસેસ્ટરમાં કેટલાક અજાણ્યા લોકોએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિર બહાર લાગેલા ભગવા ઝંડાને ઉતારીને ફેકી દીધો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે કાળા કપડાં પહેરીને એક વ્યક્તિ મંદિર પર ચડે છે અને ભગવા ઝંડાને ઉતારી લે છે. મંદિરમાં તોડફોડની આ ઘટનાને હકીકતમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક તણાવ વચ્ચે અંજામ અપાયો. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ બાદ આ સમુદાયોમાં તણાવ વધી ગયો હતો. 28 ઓગસ્ટે એશિયા કપની એક મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. ત્યારબાદ એક બીજા પર કટાક્ષ અને ટિપ્પણીઓ બાદ બંને પક્ષ વચ્ચે તણાવ વધ્યો હતો. ત્યારબાદ એક પક્ષની ભીડે મંદિરમાં જઈને તોડફોડ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube