નવી દિલ્હીઃ અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. અમેરિકી મીડિયાના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે જો બાઇડેને અમેરિકાની ચૂંટણી જીતી લીધી છે. જો બાઇડેન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બનવાના છે. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને પરાજય આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકી મીડિયા અનુસાર ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેને પેન્સિલ્વેનિયા રાજ્યમાં જીત હાસિલ કરી છે. તેમણે પેન્સિલ્વેનિયામાં 20 ઇલેક્ટોરલ વોટ જીતી લીધા છે. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કરીને પોતાની જીતનો દાવો કર્યો છે. 


તો જો બાઇડેનની ટીમે વાઇટ હાઉસ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમેરિકાના વિભિન્ન રાજ્યોમાં હજુ મતગણતરી ચાલી રહી છે, પરંતુ લાંબા સમયથી બાઇડેનના નજીકના કોફમૈન બાઇડેનની જીત થતાં સરકાર રચનાની કવાયતમાં લાગી ગયા છે. 


જીતના અહેવાલો સામે આવ્યા બાદ બાઇડેને ટ્વીટ કર્યુ- 'અમેરિકા, હું ખુબ સન્માનિત અનુભવી રહ્યો છું કે તમે દેશનું નેતૃત્વ કરવા માટે મને પસંદ કર્યો છે. અમારૂ આગળનું કામ મુશ્કેલ હશે પરંતુ હું વચન આપુ છું કે બું બધા દેશવાસિઓનો રાષ્ટ્રપતિ રહીશ- ભલે મને વોટ આપ્યો હોય કે નહીં. તમે મારા પર જે વિશ્વાસ દેખાડ્યો છે, તેને હું પૂરો કરીશ.' મહત્વનું છે કે પેન્સિલ્વેનિયામાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યા હતા પરંતુ જેમ-જેમ મેલ ઇન બેલેટની ગણતરી થી, તેમ તેમ બાઇડેન આગળ નિકળતા ગયા. આ પહેલા સમાચાર આવી રહ્યાં હતા કે ફિલેડેલ્ફિયામાં બનાવટી બેલેટ લઈ જવાના આરોપમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube