વોશિંગટનઃ અમેરિકી ચૂંટણીમાં રેકોર્ડ તોડ મત હાસિલ કરી દેશના 46મા રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા જો બાઇડેનના પત્ની જીલ બાઇડેન (69) પણ પ્રથમ મહિલાના રૂપમાં એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યાં છે. વ્યવસાયે શિક્ષક જીલ બાઇડેનની પાસે ચાર ડિગ્રીઓ છે અને તેઓ વાઇટ હાઉસમાં પ્રથમ મહિલાની જવાબદારી નિભાવતા પણ બહાર ભણાવવાનું કામ યથાવત રાખશે. અમેરિકાના 231 વર્ષના ઈતિહાસમાં જીલ બાઇડેન પ્રથમ એવા મહિલા હશે જે વાઇટ હાઉસની બહાર કામ કરી વેતન હાસિલ કરશે. આવો જાણીએ જીલ બાઇડેન વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીલ નોર્ધન વર્જિનિયા કમ્યુનિટી કોલેજમાં પ્રોફેસર
જો બાઇડેનની શાનદાર સફળતા બાદ તેમના પત્ની જીલ બાઇડેને યોજના બનાવી છે કે તેઓ પોતાના શિક્ષકનો વ્યવસાય જારી રાખશે. જીલ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પ્રથમ એવા મહિલા છે જે રાષ્ટ્રપતિ નિવાસ વાઇટ હાઉસથી બહાર વેતનની સાથે નોકરી કરશે. જીલ બાઇડેન નોર્ધન વર્જિનિયા કમ્યુનિટી કોલેજમાં ઈંગ્લિશના પૂર્ણકાલિન પ્રોસેફર છે. આ પહેલા ઓગસ્ટમાં અમેરિકી ટીવી ચેનલ સીબીએસની સાથે વાતચીતમાં ડોક્ટર જીલ બાઇડેને કહ્યું હતું કે, જો તેઓ પ્રથમ મહિલા બને છે તો પોતાનું કામ યથાવત રાખશે. 


અમેરિકાના નવા રાષ્ટ્રપતિ Joe Biden નો ભારત સાથે છે આ ખાસ સંબંધ


અમેરિકામાં ઈતિહાસ બનાવશે જીલ બાઇડેન
જીલ બાઇડેને કહ્યું હતું, 'જો અમે વાઇટ હાઉસમાં જઈશું તો હું મારો ટીચરનો વ્યવસાય યથાવત રાખીશ. તેમણે કહ્યું, તે મહત્વપૂર્ણ છે અને હું ઈચ્છુ છું કે લોકો શિક્ષકોનું સન્માન કરે અને તેમના યોગદાનને જાણે અને આ પ્રોફેશનને આગળ વધારે.' અમેરિકામાં પ્રથમ મહિલાની ભૂમિકા સામે આવ્યા બાદ 231 વર્ષના ઈતિહાસમાં જીલ બાઇડેન તેના દ્વારા ઈતિહાસ બનાવવા જઈ રહ્યાં છે. અમેરિકી ઇતિહાસકાર કૈથરી જેલ્લિસને કહ્યુ કે, ડોક્ટર જીલ બાઇડેન પ્રથમ એવા મહિલા જશે જે વાઇટ હાઉસની બહાર વેતનની સાથે નોકરી કરશે. એટલું જ નહીં તેઓ એવા પ્રથમ મહિલા છે જેમણે ડોક્ટરેટની ડિગ્રી હાસિલ કરી છે. 


આજીવન એક શિક્ષકના રૂપમાં બન્યા રહેવાનું વચન
આ પહેલા જીલ બાઇડેને જો બાઇડેનના ઉપરાષ્ટ્રપતિ રહેવા દરમિયાન એક સામુદાયિક કોલેજમાં ટીચર હતા. તેમણે આજીવન એક શિક્ષકના રૂપમાં બન્યા રહેવાનું વચન લીધું છે. તેમણે હંમેશા શિક્ષણના મહત્વ પર ભાર આપ્યો છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, મેં ઘણા પ્રવાસીઓ અને શરણાર્થીઓને ભણાવ્યા છે. હું તેમની કહાનીઓને પ્રેમ કરુ છું. તેમણે કહ્યું હતું કે તેઓ જો પ્રથમ મહિલા બને છે તો સામુદાયિક કોલેજોમાં ફ્રી ટ્યૂશન આપવાનું સમર્થન કરશે. સાથે કેન્સર શોધ માટે પૈસા આપશે અને સૈનિકોના પરિવારની મદદ કરશે. 


H-1B વીઝાની સીમા વધારી શકે છે બાઇડેન, ભારતીય વેપારીઓને થશે ફાયદો


મિશેલ ઓબામાની સાથે કર્યું કામ, બરાકે કરી પ્રશંસા
બરાક ઓબામાના શાસન કાળ દરમિયાન જીલ બાઇડેન સેકેન્ડ લેડી હતા અને તેમણે મિશેલ ઓબામાની સાથે મળીને કામ કર્યું હતું. મિશેલ ઓબામા પોતાના કાર્યકાળ દરમિયાન ખુબ લોકપ્રિય હતા. બરાક ઓબામાએ જીલ બાઇડેનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેઓ શાનદાર પ્રથમ મહિલા થવા જઈ રહ્યાં છે. તેઓ ખુદને પ્રોફેસર ફ્લોટ્સ કહેડાવવાનું પસંદ કરે છે. ઈતિહાસકાર કૈથરીને કહ્યું કે, જીલ બાઇડેન 21મી સદીના પ્રથમ મહિલા બનવા જઈ રહ્યાં છે. તેઓ મોડર્ન અમેરિકી મહિલાઓ તરફથી કામ અને પરિવાર બંન્નેને જોશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube