Video: કાબુલથી નિકળવા માટે વિમાનના ટાયર પર લટક્યા, હવામાં ઉડતા વિમાનમાંથી 3 મુસાફરો પટકતા મોત
સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં કાબુલ એરપોર્ટ (Kabul Airport) થી નિકળેલા એક વિમાનના ટાયર પર ત્રણ લોકો લટકતાં જોવા મળી રહ્યા છે.
અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાને (Taliban) ભલે પોતાની જીતના ઉદઘોષ સાથે યુદ્ધના અંતની જાહેરાત કરી દીધી હોય પરંતુ આ ત્રાસદીની ભયાવહ તસવીરો સામે આવી રહી છે. તાલિબાન (Taliban) ના રાજની વાપસીના ડરથી અફઘાનિસ્તાનના હજારો લોકો કાબુલ એરપોર્ટ (Kabul Airport) તરફ ભાગી રહ્યા છે. અહીં સુધી કે અફઘાનિસ્તાનથી ભાગીને બીજા દેશમાં શરણ લેવા માટે કેટલાક લોકો પોતાની જીંદગી પણ દાવ પર લગાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં કાબુલ એરપોર્ટ (Kabul Airport) થી નિકળેલા એક વિમાનના ટાયર પર ત્રણ લોકો લટકતાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં વિમાન સી-17 ના ટાયર પર લટકેલ્લા લોકો એક ઘરની છત પર પડી રહ્યા છે. ઘણા લોકો આ ક્લિપ શેર કરી અમેરિકાને પણ ધિક્કાર કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, આ તસવીરો અમેરિકાને ડરાવતી રહેશે. અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસીના લીધે તાલિબાનને ફરીથી તક મળી ગઇ છે.
NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ
કાબુલ એરપોર્ટ (Kabul Airport) ઓથોરિટીએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે હામિદ કરજઇ એરપોર્ટ પરથી જનાર તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. એરપોર્ટ પર લૂંટ અને દોડધામ રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વહિવટીતંત્રએ લોકોને અપીલ કરી કે એરપોર્ટ ન ભાગે.
અલજજીરાના રિપોર્ટ અનુસાર તાલિબાન સત્તા સંભાળ્યા બાદ કાબુલ એરપોર્ટમાં અસલી સંકટ જોવા મળી રહ્યું છે. એરપોર્ટ બહાર સ્થિતિ ખરાબ નથી. મોટાભાગના ભાગમાં સુરક્ષાબળોએ હથિયાર મુકી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube