કોણ છે 14 વર્ષના Kairan Quazi? જેના ટેલેન્ટ પર ફિદા થયા એલોન મસ્ક, SpaceX માં આપી નોકરી
Youngest Engineer: ખરેખર Kairan ના માતા-પિતાને પણ બાળપણમાં જ ખબર પડી ગઈ હતી કે તે સામાન્ય નથી. ખુબ નાની ઉંમરથી જ તે ફુલ સેન્ટન્સ બોલી શકતો હતો. તે રેડિયો પર સમાચાર સાંભળીને શાળાના શિક્ષકો અને અન્ય બાળકોને કહેતો હતો.
Kairan Quazi SpaceX: કહેવાય છે કે ટેલેન્ટની કોઈ ઉંમર હોતી નથી. ઘણીવાર લોકો પોતાના હુનરના દમ પર દુનિયામાં નામ કમાઈ લે છે. પરંતુ હવે એક 14 વર્ષના છોકરાએ બધાને ચોંકાવી દીધા છે. આ છોકરાનું નામ કૈરાન કાઝી છે. કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં આ છોકરાએ એવો રેકોર્ડ હાંસલ કર્યો છે, જે મોટા તુર્રમ ખાન હાંસલ કરી શક્યા નથી. આ છોકરાનો ટેલેન્ટ જોઈને, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક, એલોન મસ્ક પણ આકર્ષાયા અને તેને તેમની કંપની સ્પેસએક્સમાં સોફ્ટવેર એન્જિનિયરની નોકરી આપી.
કૈરાને એક LinkedIn પોસ્ટમાં કહ્યું, હું સોફ્ટવેર એન્જિનિયર તરીકે વિશ્વની સૌથી અદ્ભુત કંપની Starlinkનો ભાગ બનવા જઈ રહ્યો છું. આ ખૂબ જ દુર્લભ કંપનીઓમાંની એક છે જે ટેલેન્ટ જુએ છે અને ઉંમર નહીં. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, કૈરાન પાસે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી છે. આટલી નાની ઉંમરમાં આ પદ કોઈ પ્રાપ્ત કરી શક્યું નથી.
સ્પેસએક્સ તરફથી ઓફર મળ્યા બાદ હવે તે સૌથી યુવા એન્જિનિયર બની ગયો છે. તેની ઉંમર એટલી છે કે તે ન તો વાહન ચલાવી શકે છે, ન તો R રેટેડ મૂવી જોઈ શકે છે અને ન તો વોટ કરી શકે છે. અને હવે સ્પેસએક્સમાં જોડાયા બાદ તે સ્પેસક્રાફ્ટ બનાવશે અને વિશ્વના પ્રખ્યાત એન્જિનિયરો સાથે કામ કરશે.
હકીકતમાં કૈરાનના માતા-પિતાને પણ બાળપણમાં જ ખબર પડી ગઈ હતી કે તે સામાન્ય નથી. ખુબ નાની ઉંમરે પણ તે સંપૂર્ણ વાક્યો બોલી શકતો હતો. તે રેડિયો પર સમાચાર સાંભળીને શાળાના શિક્ષકો અને અન્ય બાળકોને કહેતો હતો. ત્રીજા વર્ગમાં, શિક્ષકોને પણ ખબર પડી કે કૈરાનની શીખવાની ક્ષમતા અન્ય કરતા વધુ છે. આટલું જ નહીં તે તેની ઉંમરના બાળકો કરતા પણ મોટી મોટી વાતો કરતો હતો.
જ્યારે કૈરાન 9 વર્ષનો થયો ત્યારે તેને કોમ્યુનિટી કોલેજમાં એડમિશન મળ્યું. ત્યાં તે તેનો મોટાભાગનો સમય લેબમાં વિતાવતો હતો. તે જગ્યાએ મોટા ભાગના બાળકો તેના કરતા મોટા હતા. સામાન્ય રીતે, બાળકોને તેમની ગ્રેજ્યુએશનની ડિગ્રી 22 વર્ષની ઉંમરે મળે છે, પરંતુ કૈરાનને માત્ર 14 વર્ષની ઉંમરે જ ગ્રેજ્યુએશનની ડિગ્રી મળી. તેણે કોમ્પ્યુટર સાયન્સની ભૂલો દૂર કરવામાં ઘણી કંપનીઓને પણ મદદ કરી છે.
આ પણ વાંચો:
બિપરજોયના ડરથી ગુજરાતમાં તોડવામાં આવી ઈમારતો, 90 ટ્રેનો રદ, ચક્રવાતની અસર જોવા મળી
સૌરાષ્ટ્ર, કચ્છના કાંઠે 15મીએ બપોરે 12 વાગ્યે ભારે પવન સાથે ટકરાશે બિપરજોય
રાશિફળ 13 જૂન: મેષ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ, સારા સમાચાર મળશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube