મોસ્કો: દુનિયાની સૌથી ઘાતક રાયફલ માનવામાં આવતી AK-47 રાયફલ હવે વધુ ખતરનાક બની ગઇ છે. રશિયાએ હવે આ રાયફલના એડવાન્સ વર્ઝન AK-521ને વિકસિત કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધીમાં બનેલી AK સિરીઝની રાયફલોમાં સૌથી ઘાતક હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુર્ગમ વિસ્તારોમાં પણ ઉપયોગ કરી શકાય છે રાયફલ
રશિયન બિયોન્ડમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, AK-521 રાયફલની જાળવણી પણ ઘણી ઓછી રહેશે. તે 7,62х39 અને 5,56-45 બુલેટનો ઉપયોગ કરશે. દુર્ગમ વિસ્તારોમાં તૈનાત સૈનિકો પણ તેનો ઉપયોગ સરળતાથી કરી શકશે. માનવામાં આવી રહ્યું છે કે કલાશનિકોવ કન્સર્ન (Kalashnikov Concern) કંપની ટૂંક સમયમાં આ રાયફલને એક્સપોર્ટ વર્ઝન તૈયાર કરશે, જે સાથી દેશોને વેચાણ માટે રજૂ કરવામાં આવશે.


આ પણ વાંચો:- દરરોજ Dog Urine પીવે છે આ સુંદર યુવતી, કારણ જાણીને રહી જશો દંગ


AK-521 વજન ઘટાડ્યું
રિપોર્ટ અનુસાર, AK-500 સિરીઝની અન્ય તમામ રાયફલ્સની જેમ, તેમાં પણ અપર અને લોવર રીસીવર હશે. આ રાયફલમાં વધુ વજન સહન કરવા માટે મોટાભાગના ભાગો ધાતુના બનેલા છે. તે જ સમયે, રાયફલ હેન્ડલ અને મેગ્ઝીનની સામેના હોલ્ડિંગ પોઇન્ટ્સ પર પોલિમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- કોરોના વેક્સિન આવ્યા બાદ પણ 2021માં હર્ડ ઇમ્યુનિટીની સંભાવના નથીઃ WHO


800 મીટર સુધી ચોકસાઇથી ફાયર કરી શકે છે AK-521
અહેવાલમાં જણાવાયું છે કે AK-521 રાયફલની રેન્જ 800 મીટર હશે. આનો અર્થ એ થશે કે આ રાઇફલ 800 મીટરના અંતર સુધી હાજર દુશ્મનોને ઠાર કરવામાં સક્ષમ હશે. જો કે, કંપનીએ હજી સુધી રાયફલની રેન્જ સત્તાવાર રીતે જાહેર કરી નથી.


આ પણ વાંચો:- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકી સંસદે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી


ઉપયોગ દરમિયાન રાયફલમાં નહીં આવે તિરાડ
આ AK-521 રાયફલમાં ઓપ્ટિક્સ બોઇન્ડિંગ અને બેરલની મધ્યમાં મજબૂત મેટલનો ઉપયોગ કર્યો છે. જે કામગીરી અથવા જાળવણી દરમિયાન તેમાં તિરાડોની સંભાવનાને દૂર કરશે.


આ પણ વાંચો:- પોતાની ધરી ઉપર પૃથ્વી કેમ બની રહી છે 'Usain Bolt'?


બે ડઝનથી વધુ દેશો કરી રહ્યા છે ઉપયોગ
કલાશનિકોવ કન્સર્ન (Kalashnikov Concern)ની AK-47 રાયફલ્સનો ઉપયોગ દુનિયાના બે ડઝનથી વધુ દેશો તેમની સેનામાં કરે છે. આ ઉપરાંત, સરળ જાળવણીને કારણે, આ રાયફલ્સ વિશ્વભરના તમામ આતંકવાદી સંગઠનોની પણ પ્રથમ પસંદગી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube