Kash Patel: આ પટેલે અમેરિકામાં મચાવી દીધો ખળભળાટ, પુસ્તકમાં એવો ખુલાસો કર્યો કે......
Kash Patel Government Gangster: અમેરિકાના રાજકારણમાં હાલ એક પુસ્તક ગવર્મેન્ટ ગેંગસ્ટરે ખળભળાટ મચાવી દીધો છે. આ પુસ્તકના લેખકનું નામ કાશ પટેલ છે અને તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નીકટના છે.
Kash Patel Government Gangster: અમેરિકાના રાજકારણમાં હાલ એક પુસ્તક ગવર્મેન્ટ ગેંગસ્ટરે ખળભળાટ મચાવી દીધો છે. આ પુસ્તકના લેખકનું નામ કાશ પટેલ છે અને તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નીકટના છે. પોતાના પુસ્તકમાં તેમણે બાઈડેન સરકાર વિરુદ્ધ જ્યાં એક બાજુ જો બાઈડેન વિરુદ્ધ તીખી ટિપ્પણી કરી તો બીજી બાજુ પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. કાશ પટેલ પોતાના પુસ્તકમાં લખે છે કે અમેરિકન સરકારમાં નોકરશાહી એક એવો હિસ્સો છે જે કાયદાનો ભંગ કરે છે.
ગવર્મેન્ટ ગેંગસ્ટરમાં ખુલાસો
કાશ પટેલ લખે છે કે તેમણે લગભગ 16 વર્ષ સુધી રહેવાની તક મળી છે. છેલ્લા 16 વર્ષમાં પોતાના અનુભવોને તેમણે પુસ્તકમાં લખ્યા છે. અમેરિકીસરકારમાં એક હિસ્સો છે જેમને કાયદો તોડવામાં ગર્વ મહેસૂસ થાય છે. મોટી વાત છે કે આવા લોકોની કોઈ જવાબદારી પણ નથી. તેઓ પોતાની મરજી પ્રમામે કાયદાની વ્યાખ્યા કરે છે. તેમને ડેમોક્રેટ્સ અને રિપલ્બિકન બંને સરકારોમાં કામ કરવાની તક મળી છે. તેમણે અનુભવ કર્યો કે જ્યારે પણ ડેમોક્રેટ્સ સરકારમાં આવ્યા છે તો કાયદો તોડનારાઓની સંખ્યામાં વધારો થયો છે. ખાસ વાત એ છે કે હાલ બાઈડેન સરકારમાં જવાબદાર પદો પર બેઠેલા લોકોમાં સાંઠગાંઠ છે. બાઈડેન પ્રશાસનમાં સરકારી ગેંગસ્ટર્સની ભરમાર છે, એટલું જ નહીં ક્રિમિનલને સર્ચ કરવા માટે ગુપ્તચર એજન્સી એફબીઆઈ સાથે જોડાયેલા લોકોને ચર્ચો અને મંદિરોમાં મોકલવામાં આવે છે. જે લોકો મફત એજ્યુકેશન સિસ્ટમની વકીલાત કરી રહ્યા છે તેમને ડરાવવા માટે જેલોના દર્શન કરાવવામાં આવે છે.
પીએમ મોદીના જબરદસ્ત વખાણ
ગવર્મેન્ટ ગેંગસ્ટરમાં પીએમ નરેન્દ્ર મોદીના તેમણે વખાણ કર્યા. તેમના જણાવ્યાં મુજબ બાઈડેન અને ટ્રમ્પ પ્રશાસનમાં ભારતના સંબંધોમાં પાયાનો ફરક છે. ટ્રમ્પ પ્રશાસનમાં જ્યાં ભારતની શક્તિને સમજીને આપણે સંબંધને વધુ મજબૂત કરવાની દિશામાં આગળ વધ્યા. તે વાત બાઈડેન પ્રશાસનમાં જોવા મળી રહી નથી. તમે પોતે જોઈ શકો છો કે મોદી સરકાર, બ્રિક્સ સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી છે તથા અમેરિકાના વિકલ્પ તરીકે પણ રજૂ કર્યા છે. હવે ભારત જેવા દેશને નજરઅંદાજ કરી શકો નહીં. પરંતુ દુર્ભાગ્યથી બાઈડેન પ્રશાસન આ સચ્ચાઈને સમજવાની કોશિશ કરી ર હ્યું નથી અને તેની અસર અમેરિકા પર જોવા મળી રહી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube