પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના કારણે લોકોને આઘાત લાગી ગયો છે. આ તસવીર બાદ તેમના સ્વાસ્થ્યને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે. તસવીર જોઈને લાગે છે કે તેઓ કોઈ ગંભીર બીમારીનો ભોગ તો નથી બન્યા ને...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તસવીર થઈ વાયરલ
એનકે ન્યૂઝના રિપોર્ટ મુજબ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનની જે તસવીર વાયરલ થઈ છે તે જોતા તેમનું વજન ખુબ ઉતરી ગયું હોય તેવું જણાય છે. કિમની નવેમ્બર-ડિસેમ્બર 2020ની જૂન 2021 સાથે સરખામણી કરતા સ્પષ્ટ જાણવા મળે છે કે તાનાશાહનું વજન ઘટ્યું છે. એટલું જ નહીં તસવીરોમાં તો કિમની હાલાત પણ સારી ન હોય તેવું જણાય છે. 


ઉત્તર કોરિયામાં દરેક જણ હવે તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. લોકો દુ:ખી છે, ટીવી પર રોકકળ મચી છે. કોરિયાની ચેનલ  (KCTV) એ એક ઈન્ટરવ્યૂના હવાલે દેખાડ્યું કે કિમનું વજન ઓછું થયા બાદ દેશની જનતા ખુબ પરેશાન છે. આ કારણે કિમના વખાણ કરતું એક ગીત પર રિલીઝ કરાયું છે. 


શું બીમાર પડ્યા છે કિમ જોંગ?
સરકારી ચેનલ પર સર્વોચ્ચ નેતા કિમના સ્વાસ્થ્ય અંગે વાત કરવી એક અસાધારણ ઘટના છે. પરંતુ હવે લોકો જાહેરમાં તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. લાંબા સમય સુધી મીડિયાના કેમેરાથી દૂર રહેવું કિમની જૂની આદત છે અને તેઓ વર્ષ 2014માં પણ અચાનક જાહેર કાર્યક્રમોથી અલગ થઈ ગયા હતા. હાલમાં પણ ઘણા દિવસો સુધી કેમેરાથી દૂર રહીને  હવે આ હાલાતમાં લોકોની સામે આવ્યા છે. 


મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT) માં પોલીટિકલ સાયન્સના એસોસિએટ્સ પ્રોફેસર વિપિન નારંગે કહ્યું કે જો કિમે સ્વસ્થ રહેવા માટે વજન ઉતાર્યું હશે તો ઠીક છે પરંતુ જો વજન પોતાની મેળે ઘટ્યું તો તે કોઈ બીમારીનો સંકેત છે. ત્યારબાદ તો નોર્થ કોરિયામાં તેમના ઉત્તરાધિકારી પસંદ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી અને તે દુનિયા માટે પરેશાનીભર્યું હોઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube