ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને `પવિત્ર પર્વત` પર દોડાવ્યો સફેદ ઘોડો
લેખમાં લખ્યું છે કે, કિમ જોંગ-ઉને પ્રથમ બરફ વર્ષાની સાથે જ સફેદ ઘોડા પર સવારી કરીને માઉન્ટ પેન્ક્ટુની ચઢાઈ કરી છે. આ લેખમાં કોરિયાના ઈતિહાસની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓનો પણ ઉલ્લેખ કરાયો છે. સાથે જ કિમ જોંગ ઉને દેશને સૌથી શક્તિશાળી બનાવવાનો પોતાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો હતો.
સિયોલઃ ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ બુધવારે એક તસવીરોની શ્રેણી જાહેર કરી છે, જેમાં દેશના નેતા કિમ જોંગ ઉન (Kim-Jong-Un) એક સફેદ રંગના ઘોડા પર બરફથી ઢંકાયેલા પર્વત પર ચડી રહ્યા છે. આ પર્વત દેશમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. સરકારના નિયંત્રણવાળી એજન્સી કેસીએનએ 'પ્રિય નેતા કિમ જોંગ ઉને કરી પર્વતની ચઢાઈ' નામનો 8 ફોટા સાથેનો એક લેખ પણ પ્રકાશિત કર્યો છે.
લેખમાં લખ્યું છે કે, કિમ જોંગ-ઉને પ્રથમ બરફ વર્ષાની સાથે જ સફેદ ઘોડા પર સવારી કરીને માઉન્ટ પેન્ક્ટુની ચઢાઈ કરી છે. આ લેખમાં કોરિયાના ઈતિહાસની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓનો પણ ઉલ્લેખ કરાયો છે. સાથે જ કિમ જોંગ ઉને દેશને સૌથી શક્તિશાળી બનાવવાનો પોતાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો હતો.
સાઉદીના મદીનામાં બસ અકસ્માતમાં 35 વિદેશીઓના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
કિમની સાથે કોરિયાની નેશનલ લેબર પાર્ટીની કેન્દ્રીય સમિતિના અધિકારીઓ પણ હતા. માઉન્ટ પેક્ટુ કોરિયાની ઓળખમાં વિશેષ સ્થાન ધરાવે છે. સાથે જ તે વર્તમાન શાસક કિમ જોંગઉના પિતાનું જન્મસ્થળ પણ કહેવાય છે. એફે ન્યૂઝના રિપોર્ટ અનુસાર કિમ જોંગની આ યાત્રા સાથે તેમની અગાઉની ત્રણ યાત્રાઓ અને તેના પછી લેવાયેલા મહત્વના નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો છે.
વિશ્વમાં 5 વર્ષથી નીચેની ઉંમરના એક તૃતિયાંશ બાળકો કુપોષણનો શિકારઃ યુનિસેફ
કિમની આ અગાઉ પ્રથમ યાત્રા ડિસેમ્બર, 2017માં થઈ હતી. ત્યાર પછી ઉત્તર કોરિયાએ અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથેના પોતાના રાજકીય સંબંધોમાં ફેરફાર કર્યો હતો. ફેબ્રુઆરી, 2013માં કિમે જે યાત્રા કરી હતી, ત્યાર પછી પૂર્વ શાસક અને કિમના પિતા કિમ-યોંગ-ઈલના મૃત્યુ પછીનો ત્રણ વર્ષનો શોક સમાપ્ત થયો હતો. નવેમ્બર, 2014માં તેમની યાત્રા પછી શાસનમાં નંબર-2નું સ્થાન ધાવતા યાંગ સોન્ગ-થેકને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.
આ યાત્રા દરમિયાન કિમે પોતાના દેશ પર લાગેલા અમેરિકાના પ્રતિબંધોની ટીકા કરી. ઉત્તર કોરિયાએ અમેરિકા પર આરોપ લગાવ્યો કે, તેણે નિશસ્ત્રીકરણ પર પોતાના વલણમાં ફેરફાર કર્યો નથી.
જુઓ LIVE TV.....