Kim Jong Un પહેલીવાર પુત્રી સાથે દેખાયા, દુનિયાભરમાં વાયરલ થઈ તાનાશાહની તસવીર
કિમ જોંગે દીકરીને બતાવ્યો બેલિસ્ટિક મિસાઇલ ટેસ્ટ, મિસાઈલ પરિક્ષણ વખતે તાનાશાહની સાથે તેમની પત્ની પણ હાજર રહી. તસવીરો સોશિયલ મીડિયા પર ફરતી થઈ.
નવી દિલ્હીઃ વર્તમાન સમયમાં નોર્થ કોરિયાના કિમ જોંગ ઉન દુનિયાના સૌથી મોટા તાનાશાહ ગણાય છે. વર્ષો સુધી તેના પરિવાર વિશે પણ લોકો પાસે કોઈ માહિતી નહોંતી. વર્ષ 2012 સુધી તો એવી માહિતી પણ કોઈની પાસે નહોંતી કે કિમ જોંગ ઉન પરિણીત છે. આતો એકવાર તે જાહેરમાં પોતાની પત્ની સાથે દેખાયા અને દુનિયાએ તેની નોંધ લીધી. અલબત્ત દુનિયાને ખબર પડે એ આશયથી જ કિમ જોંગ ઉને આ ઘટનાક્રમ ઉભો કર્યો હતો. ત્યારે ગઈકાલે શુક્રવારના રોજ ફરી એકવાર કિમ જોંગ ઉનની આવી જ કેટલીક તસવીરો દુનિયાભરના સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે. જેમાં દુનિયાનો સૌથી ખતરનાક તાનાશાહ પહેલીવાર પોતાની પુત્રી સાથે જોવા મળ્યો.
નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને તેમની પુત્રીની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. કિમ જોંગની પુત્રીનો આ પ્રથમ પબ્લિક એક્સપિરયન્સ છે. આ પહેલાં દુનિયાએ તેમની પુત્રીને ક્યારેય જોઈ નહોતી. જોકે મીડિયામાં તેમની પુત્રીનું નામ જણાવવામાં આવ્યું નથી.
કિમની પત્ની 2012માં પ્રેગનેન્ટ હતી: રિપોર્ટ
2012માં કિમ જોંગ ઉનની પત્ની રી સોલ જૂ પ્રેગનેન્ટ હોવાની માહિતી મળી હતી. તેની એક તસવીર સામે આવી હતી, જેમાં તેણે લાંબો કોટ પહેર્યો હતો. મીડિયાએ કહ્યું હતું કે તે તેના બેબી બમ્પને છુપાવી રહી છે. જોકે કિમ અને તેમની પત્ની સહિત કોઈપણ સરકારી અધિકારીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
નોર્થ કોરિયાની એક ન્યૂઝ એજન્સી અનુસાર, કિમ તસવીરમાં પોતાની પુત્રીનો હાથ પકડી રહ્યા છે. વ્હાઈટ કલરની જેકેટ પહેરીને તેમની પુત્રી અને કિમ એક મિલિટરી ફેસિલિટીની બહાર ઊભાં છે. જે મિલિટરી ફેસિલિટીની બહાર બંને ઊભાં છે ત્યાં શુક્રવારે એટલે 18 નવેમ્બરે બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કિમની પત્ની રી સોલ જૂ પણ તેમની સાથે હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube