કોરોના વખતે ચર્ચામાં આવ્યા, કોલકાતામાં જન્મ...કોણ છે જય ભટ્ટાચાર્ય? જેમને હવે ટ્રમ્પે સોંપી મોટી જવાબદારી
નવા કાર્યકાળ પહેલા ટ્રમ્પનો ભારતીયો પર ભરોસો વધ્યો છે અને અનેક ભારતીય મૂળના લોકોને પોતાની સરકારમાં સામેલ કરી ચૂકયા છે. હવે ટ્રમ્પે કોલકાતામાં જન્મેલા જય ભટ્ટાચાર્યને મોટી જવાબદારી સોંપી છે.
અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ સતત પોતાની ટીમ બનાવવામાં લાગ્યા છે. નવા કાર્યકાળ પહેલા ટ્રમ્પનો ભારતીયો પર ભરોસો વધ્યો છે અને અનેક ભારતીય મૂળના લોકોને પોતાની સરકારમાં સામેલ કરી ચૂકયા છે. હવે ટ્રમ્પે કોલકાતામાં જન્મેલા જય ભટ્ટાચાર્યને મોટી જવાબદારી સોંપી છે અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ (NIH) ના ડાયરેક્ટર તરીકે નોમિનેટ કર્યા છે. તેની જાણકારી ટ્રમ્પ વોર રૂમે એક્સ પર આપી છે. જેને જય ભટ્ટાચાર્યએ રિટ્વીટ પણ કર્યું છે.
પ્રથમ ભારતીય-અમેરિકન
આ સાથે જ જય ભટ્ટાચાર્ય પહેલા એવા ભારતીય અમેરિકન બન્યા છે જેને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટોચના પ્રશાસનિક પદ માટે નોમિનેટ કરાયા છે. આ અગાઉ ટ્રમ્પે ટેસ્લા કાર કંપનીના માલિક એલન મસ્ક સાથે નવા બનેલા સરકારી દક્ષતા વિભાગનું નેતૃત્વ કરવા માટે ભારતીય અમેરિકન વિવેક રામાસ્વામીની પસંદગી કરી હતી. આ એક સ્વૈચ્છિક પદ છે અને તેના માટે અમેરિકી સેનેટની પુષ્ટિની જરૂર નથી.
કોણ છે જય ભટ્ટાચાર્ય
જય ભટ્ટાચાર્યનો જન્મ વર્ષ 1968માં કોલકાતામાં થયો હતો અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં એમડી અને પીએચડી કર્યું છે. જયંત ભટ્ટાચાર્ય સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ચિકિત્સા, અર્થશાસ્ત્ર અને સ્વાસ્થ્ય અનુસંધાન નીતિના એક અમેરિકી પ્રોફેસર છે. તેઓ સ્ટેનફોર્ડના સેન્ટર ફોર ડેમોગ્રાફી એન્ડ ઈકોનોમિક્સ ઓફ હેલ્થ એન્ડ એજિંગના ડાયરેક્ટર છે. તેમનો સ્ટડી સ્વાસ્થ્ય દેખભાળના અર્થશાસ્ત્ર પર કેન્દ્રિત છે.
કોરોના મહામારી વખતે આવ્યા હતા ચર્ચામાં
વર્ષ 2020 અને 2021માં જ્યારે અમેરિકા સહિત દુનિયાભરમાં કોરોના મહામારીએ તબાહી મચાવી હતી ત્યારે લોકડાઉન લાગ્યા હતા. ત્યારે જય ભટ્ટાચાર્યએ લોકડાઉનનો વિરોધ કર્યો હતો. જય ભટ્ટાચાર્ય ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે કોવિડ-19 મહામારી વખતે મોટા પાયે જે રીતે લોકડાઉન લગાવવામાં આવતા હતા તેનો ખુલીને વિરોધ કર્યો હતો.
શું કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે મને જય ભટ્ટાચાર્ય એમડી. પીએચડી. ને એનઆઈએચના ડાયરેક્ટર તરીકે નોમિનેટ કરતા ખુબ આનંદ થઈ રહ્યો છે. ડો. ભટ્ટાચાર્ય રોબર્ટ એફ કેનેડી જૂનિયર સાથે મળીને રાષ્ટ્રના ચિકિત્સા અનુસંધાનની દિશામાં માર્ગદર્શન કરશે અને સ્વાસ્થ્યમાં સુધાર લાવવા અને લોકોના જીવન બચાવનારી મહત્વપૂર્ણ શોધને પ્રોત્સાહિત કરવાની દિશામાં કામ કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પે જેમીસન ગ્રીરને અમેરિકા વ્યાપાર પ્રતિનિધિ (યુએસટીઆર) તરીકે પસંદ કર્યા છે અને કેવિડ એ હેસેટને વ્હાઈટ હાઉસ રાષ્ટ્રીય આર્થિક પરિષદના નિદેશક તરીકે નિયુક્ત કર્યા છે. ટ્રમ્પે એક અલગ નિવેદનમાં કહ્યું છે કે આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ કેવિન એ હેસેટે 2017ના કર કાપ અને રોજગાર અધિનિયમને પાસ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
(ઈનપુટ- ન્યૂઝ એજન્સી ભાષા)