Baba Vanga Predictions: બાબા વેંગાનું અસલ નામ વેન્જેલિયા પાંડેવા ગુશ્ટેરોવા છે. તેઓ એક મહિલા હતા. બાળપણથી તેઓ અંધ હતા અને પોતાનું મોટાભાગનું જીવન બલ્ગેરિયાના બેલાસિકા પહાડોના રૂપાઈટ વિસ્તારમાં વિતાવ્યું હતું. બાબા વેંગાનો જન્મ 31 જાન્યુઆરી 1911ના રોજ થયો હતો. તેમનું નિધન 11 ઓગસ્ટ 1996ના રોજ થયું હતું. બાળપણમાં વેંગાના પિતાને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બલ્ગેરિયન સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા. વેંગાના માતાનું જલદી મોત થઈ ગયું હતું. તેના કારણે વેંગાએ પોતાની યુવાઅવસ્થા અને મોટાભાગના સમય માટે પાડોશીઓ અને નીકટના કૌટુંબિક મિત્રોની દેખભાળ અને દાન પર નિર્ભર રહેવું પડ્યું. બીજા વિશ્વ યુદ્ધ દરમિાયન વેંગા લોકપ્રિય બન્યા. તેમનું 11 ઓગસ્ટ 1996ના રોજ સ્તન કેન્સરના કારણે નિધન થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબા વેંગાની કઈ ભવિષ્યવાણીઓ સાચી પડી?


- દ્વિતિય વિશ્વયુદ્ધ વિશે
- સોવિયેત સંઘ, ચેકોસ્લોવેકિયા અને યુગોસ્લાવિયાનું વિઘટન
- ચેરનોબિલ આફત
- સ્ટાલિયનના મોતની તારીખ
- જાર બોરિસ તૃતીયના મોતની તારીખ
- રશિયન સબમરીન કુર્સ્કના ડૂબવાની વાત
- રાજકુમારી ડાયનાના મોતની તારીખ
- 1985 ઉત્તર બલ્ગેરિયાનો ભૂકંપ
- અમેરિકામાં 11 સપ્ટેમ્બરનો હુમલો
- 2004 સુનામી


તેમણે  કઈ ભવિષ્યવાણીઓ કરી છે?


- બાબા વેંગાએ જણાવ્યું છે કે દુનિયાના અંતની શરૂઆત 2025થી થશે. પરંતુ 5079 સુધીમાં માનવ સભ્યતા સંપૂર્ણ રીતે સમાપ્ત થશે નહીં. તેમની 2025ને લઈને એક વધુ ભવિષ્યવાણી જે ચર્ચામાં છે તે મુજબ 2025માં યુરોપમાં એક મોટો સંઘર્ષ છેડાશે. જેના કારણે યુરોપની વસ્તીમાં ઘણો ઘટાડો થશે. 
- બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ 2043માં યુરોપમાં મુસ્લિમ શાસન હશે. 
- બાબા વેંગાએ જણાવ્યું છે કે 2076 સુધીમાં સમગ્ર દુનિયામાં કમ્યુનિસ્ટ શાસનની વાપસી થશે. 
- બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ 5079માં એક નેચરલ ઘટનાને કરાણે દુનિયાનો અંત થઈ જશે. 


 (Disclaimer: અહીં અપાયેલી મીડિયા રિપોર્ટ્સ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)