હાલ પાકિસ્તાનનો રેડલાઈટ વિસ્તાર ગણાતા `હીરામંડી`નો ઈતિહાસ તો કઈક અલગ જ છે!
પાકિસ્તાનના હાલૌરમાં એક રેડલાઈટ એરિયા છે, જેને હીરામંડી નામથી ઓળખવામાં આવે છે. એટલું જ નહીં આ વિસ્તારને શાહી મોહલ્લા પણ કહે છે. પણ તેના ઈતિહાસ પર નજર ફેરવીએ તો કઈક અલગ જ જોવા મળે છે.
ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મો તેમના કામ અને તેમની લગનને ખુબ સુંદરતાથી દર્શાવે છે. જે ફિલ્મની સાથે સંજય લીલા ભણસાલીનું નામ જોડાય તે ફિલ્મને મોટી અને શાનદાર બનાવવાની જવાબદારી પણ મેકર્સ સાથે જોડાઈ જાય છે. પોતાના પ્રોજેક્ટ પર ઝીણવટભરી રીતે કામ કરવાનું કોઈ ભણસાલીજી પાસેથી શીખે. પછી ભલે તે કલાકારોના પોષાક હોય કે પછી ફિલ્મોના શુટિંગ માટે તૈયાર કરવામાં આવેલા મોટા મોટા આલિશાન સેટ. આ બધા વચ્ચે ફિલ્મમેકરનો અપકમિંગ પ્રોજેક્ટ હીરામંડ ખુબ ચર્ચામાં છે.
ઐતિહાસિક અને અનોખી કહાનીઓ દર્શાવવા માટે મશહૂર સંજય લીલા ભણસાલીની હીરામંડીની હાલમાં એક ઝલક જોવા મળી. ત્યારબાદ હીરામંડી વિશે ચર્ચા તેજ થઈ છે. હીરામંડી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. તે રિલીઝ થાય તે પહેલા હીરામંડી વિશે તમારે જાણવું ખુબ જરૂરી છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે આ હીરામંડી...શું છે જેના પર વેબસિરીઝ આવી રહી છે.
હીરામંડીનો ઇતિહાસ?
પાકિસ્તાનના હાલૌરમાં એક રેડલાઈટ એરિયા છે, જેને હીરામંડી નામથી ઓળખવામાં આવે છે. એટલું જ નહીં આ વિસ્તારને શાહી મોહલ્લા પણ કહે છે. મળતી માહિતી મુજબ શીખ મહારાજ રણજીત સિંહે પોતાના મંત્રી હીરા સિંહ ડોગરાના નામ પર હીરામંડી નામ રાખ્યું હતું. મંત્રી હીરા સિંહે અહીં અનાજ મંડી (અનાજબજાર)ની શરૂઆત કરી હતી. સંજય લીલા ભણસાલી અગાઉ કરણ જૌહર પણ પોતાની ફિલ્મ કલંકમાં તેનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.
હીરામંડીની તવાયફો દુનિયાભરમાં મશહૂર હતી. જો કે ભાગલા પહેલા આ કોઠા પર થયેલા પ્રેમ, દગો અને રાજકારણના કિસ્સા આજે પણ એટલા જ જાણીતા છે. હીરામંડીમાં એકથી એક ચડિયાતી મહિલાઓ રહેતી હતી. અહીં અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાન સુદ્ધાની મહિલાઓ આવીને રહેતી હતી. જો કે એ સમય એવો હતો કે તવાયફ શબ્દ ગંદો ગણાતો નહતો કે તેને ખરાબ નજરથી પણ જોવામાં નહતો આવતો.
મુઘલકાળમાં હીરામંડીમાં રહેતી મહિલાઓ નૃત્ય, કળા, સંસ્કૃતિ અને સંગીતથી ખુબ જોડાયેલી રહેતી હતી અને તેઓ ફક્ત રાજા-મહારાજાઓ સામે જ પોતાની કળાનું પ્રદર્શન કરતી હતી. સમય બદલાયો અને મુઘલો બાદ હીરામંડી પર વિદેશીઓએ રાજ કરવાનું શરૂ કરી દીધુ. વિદેશીઓના રાજમાં હીરામંડીની ચમક ફીકી પડવા લાગી. આ લોકોએ હીરામંડીનો અર્થ જ બદલીને મૂકી દીધો. એ તો ઠીક વિદેશીઓએ ત્યાં રહેતી મહિલાઓને પણ વેશ્યા નામ આપી દીધુ.
કેટલી બદલાઈ ગઈ હીરામંડી?
હીરામંડી હવે પહેલા જેવો શાહી મહોલ્લો નથી રહી. તેની ચમક પણ સમય જતા ગાયબ થઈ ગઈ છે. હવે દિવસના સમયમાં તે સામાન્ય બજારની જેમ જ જોવા મળે છે. જ્યાં લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદે છે. પરંતુ સાંજ પડતા જ અહીંનો નજારો બદલાતો જોવા મળે છે. આ એરિયા રેડ લાઈટ એરિયામાં ફેરવાઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube