Womens Equality Day: 26 ઓગસ્ટે દર વર્ષે મહિલા સમાનતા દિવસ મનાવવામાં આવે છે.દુનિયાભરમાં મહિલાઓની સ્થિતિ મજબૂત કરવા અને તેમને સમાજના દરેક ક્ષેત્રમાં પુરુષોની સમાન અધિકાર અને સન્માન અપાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આજે છે 26 ઓગસ્ટ એટલે કે મહિલા સમાનતા દિવસ. કોઈ પણ સમાજનો દરેક ક્ષેત્રમાં વિકાસ ત્યારે જ સંભવ છે જ્યારે મહિલાઓને સમાન અધિકારી મળશે. જે રીતે પરિવારનું યોગ્ય રીતે લાલનપાલન મહિલાઓ કરે છે. એવી જ રીતે એક સમાજ અને દેશના નિર્માણ માટે અને યોગ્ય દિશામાં વિકાસ માટે મહિલાઓનું આગળ આવવું ખૂબ જ જરૂરી છે. જો કે, આજે હજુ પણ કેટલાક એવા દેશો છે જ્યાં મહિલાઓને બરાબરીનો અધિકાર નથી મળતો. અને તે પોતાના અધિકારી માટે લડાઈ લડી રહી છે. આવી મહિલાઓ માટે જ દર વર્ષે મહિલા સમાનતા દિવસ મનાવવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર વર્ષ મહિલા સમાનતા દિવસને ખાસ થીમ સાથે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આ વર્ષે તેની થીમ સેલિબ્રેટિંગ વૂમેન્સ રાઈટ ટૂ વોટ છે.દુનિયાભરમાં મહિલાઓની સ્થિતિ મજબૂત કરવા અને તેમને સમાજના દરેક ક્ષેત્રમાં પુરુષોની સમાન અધિકાર અને સન્માન અપાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. મહિલા સમાનતા દિવસ નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે.  


મહિલા સશક્તિકરણની આ લડાઈ સૌથી પહેલા અમેરિકાથી 1853માં શરૂ થઈ હતી, જેમાં મહિલાઓએ લગ્ન બાદ સંપત્તિ પર અધિકારની માંગ કરી હતી. એ સમયે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં મહિલાઓને ખૂબ જ ઓછા અધિકાર આપવામાં આવતા હતા. તેમની સાથે હુલામો જેવો વર્તાવ કરવામાં આવતો હતો. જે બાદ વર્ષ 1890માં અમેરિકામાં 'નેશનલ અમેરિકન વુમેન સફરેઝ એસોસિયેશન' નું ગઠન કરવામાં આવ્યું. આ સંગઠને મહિલાઓમાં મત આપવાનો અધિકાર આપવાની વાત કરી. આ બાદ વર્ષ 1920માં મહિલાઓને અમેરિકામાં વોટિંગનો અધિકાર મળ્યો.


વર્ષ 1971માં અમેરિકાની સંસદે દર વર્ષે 26 ઓગસ્ટે વૂમેન્સ ઈક્વાલિટી ડે તરીકે મનાવવાની જાહેરાત કરી. આ રીતે આ દિવસ અસ્તિત્વમાં આવ્યો અને સૌથી પહેલા અમેરિકામાં આ દિવસને સેલિબ્રેટ કરવામાં આવ્યો. ધીમે-ધીમે આખી દુનિયામાં આ દિવસને મનાવવામાં આવ્યો. આ દિવસે દુનિયાભરમાં મહિલાઓના અધિકારો વિશે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.