OMG! દુનિયાનું સૌથી મોંઘુ પાણી, એક બોટલના ભાવમાં આલીશાન ફ્લેટ આવી જાય, જાણો ખાસિયત
World Most Expensive Water: આજે અમે તમને એક એવા પાણી વિશે વાત કરીશું જેની એક બોટલની કિંમતમાં તો તમે કદાચ દિલ્હી-એનસીઆરની અંદર આલીશાન ફ્લેટ લઈ લેશો.
પાણીનો સમાવેશ માનવ જીવન માટેની પાયાની જરૂરિયાતોમાં આવે છે. જેટલી હવાની જરૂર છે એટલી જ પાણીની પણ જરૂર હોય છે. આથી એવું પણ કહેવાય છે કે જળ જ જીવન છે. તે માત્ર પાણીની તરસ છીપાવે છે એટલું જ નહીં પરંતુ આપણા ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને પણ સ્વસ્થ રાખે છે. આવામાં જો તમને કોઈ પૂછે કે તમે કેટલા ગ્લાસ પાણી પીવો છો? તો તમારો જવાબ જે પણ હોય પણ સામેવાળા કહી દે કે તમારે વધારે પાણી પીવું જોઈએ. તેના પર તમે પણ કદાચ કહી દો કે પાણી તો વિના મૂલ્યે મળે છે, થોડું વધુ પી લઈશું બીજું શું? આ તો થઈ સામાન્ય માણસની વાત...જ્યારે વાત સેલિબ્રિટીઓની આવે ત્યારે તેઓ પોતાની જાતને ફીટ રાખવા માટે અલગ અલગ પાણીનો ઉપયોગ કરે છે. જે ઘણા મોંઘા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા પાણી વિશે વાત કરીશું જેની એક બોટલની કિંમતમાં તો તમે કદાચ દિલ્હી-એનસીઆરની અંદર આલીશાન ફ્લેટ લઈ લેશો.
અહીં જે પાણીની વાત થઈ રહી છે તે છે એક્વો ડી ક્રિસ્ટાલ્લો ટ્રિબુટો એ મોડિગલિયાની (Acqua di Cristallo Tributo a Modigliani)ની. જે દુનિયાનું સૌથી મોંઘુ પાણી હોવાનું કહેવાય છે. તેની કિંમતના પગલે આ પાણીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે. વર્ષ 2010ના માર્ચ મહિનામાં આ કંપનીની એક બોટલની હરાજી થઈ હતી. તે સમયે તે 60 હજાર અમેરિકી ડોલરમાં વેચાઈ હતી. ભારતીય કરન્સીમાં તેને જોઈએ તો 49 લાખ રૂપિયા થાય છે.
ગૃહયુદ્ધમાં ભડકે બળી રહ્યું છે સુદાન, અત્યાર સુધીમાં 530 ભારતીયોને કર્યા રેસ્ક્યૂ
એક કેળું ખાઇને હાથીનું પણ પેટ ભરાઇ જશે! માન્યામાં ન આવતું હોય તો જોઇ લો વિડીયો
અંધવિશ્વાસે 47ના લીધા જીવ? પાદરીએ કહ્યું - ભૂખ્યા રહેશો તો Jesus સાથે થશે મુલાકાત
શું છે તેમાં ખાસ વાત
આ પાણીને લઈને પબ્લિશ થયેલા રિપોર્ટ્સનું માનીએ તો તેના દરેક ટીપામાં સોનું ભળેલું છે. સોનાના કારણે આ પાણી વધુ આલ્કલાઈન થઈ જાય છે. જેના કારણે તેની કિંમત વધી જાય છે. આ ઉપરાંત આ પાણી અંગે એવો દાવો કરાય છે કે તેમાં ગોલ્ડ ફ્લેક હોવાના કારણે આ પાણી તમને સામાન્ય કરતા વધુ ઉર્જા આપે છે અને આ પાણી પીનારા લોકો લાંબા સમય સુધી જીવિત રહે છે અને તેમની યુવાની પણ જળવાઈ રહે છે. આ પાણીને ફિજી, ફ્રાન્સ, અને આઈસલેન્ડના ગ્લેશિયરથી ભેગું કરાય છે જે દુનિયાની સૌથી શુદ્ધ અને સ્વચ્છ જગ્યાઓ છે.
હવે તમને પણ એવું લાગશે કે આ પાણીની કિંમત આમ છતાં વધુ કેમ છે તો તમને જણાવી દઈએ કે જે બોટલમાં આ પાણીને પેક કરાય છે તે બોટલ 24 કેરેટ સોનાની બોટલ હોય છે. જેને દુનિયાના જાણીતા ડિઝાઈનર ફર્નાન્ડો અલ્ટામિરાનોની ટીમ બનાવે છે. તમારી જાણકારી માટે જણાવીએ કે તેમના પર દુનિયાની સૌથી મોંઘી પાણીની બોટલ બનાવવાનો રેકોર્ડ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube