Operation Kaveri: ગૃહયુદ્ધમાં ભડકે બળી રહ્યું છે સુદાન, અત્યાર સુધીમાં 530 ભારતીયોને કર્યા રેસ્ક્યૂ

ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા 530  ભારતીયો સ્વદેશ પાછા ફર્યા છે. ત્યાં ફસાયેલા ભારતીયો માટે સરકારે જરૂરી રાહત સામગ્રી મોકલી છે. ભારતીય નેવીનું બીજુ જહાજ આઈએનએસ તેગ ભારતીયોને સુદાનથી કાઢવાના મિશન ઓપરેશન કાવેરી હેઠળ ત્યાં પોર્ટ પર પહોંચી ગયું. 

Operation Kaveri: ગૃહયુદ્ધમાં ભડકે બળી રહ્યું છે સુદાન, અત્યાર સુધીમાં 530 ભારતીયોને કર્યા રેસ્ક્યૂ

ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા 278 ભારતીયો નેવીના જહાજ INS સુમેધા દ્વારા સ્વદેશ પાછા ફર્યા જ્યારે અત્યાર સુધીમાં સુદાનમાં ફસાયેલા 530  ભારતીયો સ્વદેશ પાછા ફર્યા છે. ત્યાં ફસાયેલા ભારતીયો માટે સરકારે જરૂરી રાહત સામગ્રી મોકલી છે. ભારતીય નેવીનું બીજુ જહાજ આઈએનએસ તેગ ભારતીયોને સુદાનથી કાઢવાના મિશન ઓપરેશન કાવેરી હેઠળ ત્યાં પોર્ટ પર પહોંચી ગયું છે. જેથી કરીને ભારતીય નાગરિકોને બહાર કાઢી શકાય. 

સુદાનમાં લગભગ 3000 ભારતીયોને કાઢવાનું અભિયાન શરૂ કરાયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને કહ્યું કે ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા ભારતીયોનો પહેલો જથ્થો રવાના થઈ ગયો. આઈએનએસ સુમેધા પર સવાર થઈને 278 લોકો સુદાનના પોર્ટથી જેદ્દાહ માટે રવાના થયા.  

નેવીનું વધુ એક જહાજ રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ 
વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન રેસ્ક્યૂ ઓપરેશન પર નજર રાખવા માટે જેદ્દાહ પહોંચી ગયા છે. એક અન્ય ટ્વીટમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા બાગચીએ જણાવ્યું કે સુદાનથી રેસ્ક્યૂ અભિયાનમાં ભારતીય નેવીનું વધુ એક જહાજ આઈએનએસ તેગ સામેલ થયું છે. 

અરવિંદ બાગચીએ કહ્યું કે આઈએનએસ તેગ સુદાનના પોર્ટ પર પહોંચી ગયું છે.  જેમાં વધુ અધિકારીઓ અને ત્યાં ફસાયેલા ભારતીયો માટે રાહત સામગ્રી છે. જેનાથી સુદાનના પોર્ટ પર દૂતાવાસના કેમ્પ કાર્યાલય દ્વારા કરાયેલા રેસ્ક્યૂના પ્રયત્નોને બળ મળશે. 

सूडान में फंसे हिंदुस्तानी.

400થી વધુ લોકો માર્યા ગયા
ભારતે હિંસાગ્રસ્ત સુદાનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે સોમવારે ઓપરેશન કાવેરી શરૂ કર્યું. સુદાનમાં સેના અને અર્ધસૈનિક દળો વચ્ચે સત્તા મેળવવા માટે ભીષણ જંગ ચાલુ છે. આ લડાઈમાં છેલ્લા 12 દિવસમાં 400થી વધુ લોકોના જીવ ગયા છે. જ્યારે સુદાનમાં બંને પક્ષોના 72 કલાકના સંઘર્ષવિરામ પર સહમત થયા બાદ ભારતે ત્યાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવાના પ્રયત્નો તેજ કર્યા છે. 

આ રીતે શરૂ થયું ઓપરેશન કાવેરી
વિદેશ રાજ્યમંત્રી મુરલીધરને રેસ્ક્યૂ ઓપરેશન અંગે  કહ્યું કે સુદાનના પોર્ટ અને જેદ્દાહમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. વિદેશમંત્રી એસ જયશંકરે સોમવારે કહ્યું હતું કે સુદાનમાં ફસાયેલા આપણા નાગરિકોને પાછા લાવવા માટે ઓપરેશન કાવેરી શરૂ કરાયું છે. ભારતીય જહાજ અને વિમાન  ભારતીયોને સ્વદેશ પાછા લાવવા માટે તૈયાર છે. 

सूडान में फंसे हिंदुस्तानी.

3000 ભારતીયો પાછા લવાશે
ભારતે રવિવારે કહ્યું હતું કે હિંસા પ્રભાવિત સુદાનમાં ફસાયેલા  ભારતીયોને આ આફ્રિકી દેશમાંથી સુરક્ષિત રીતે કાઢવાના ઈમરજન્સી પ્લાન હેઠળ જેદ્દાહમાં બે સી-130 જે સૈન્ય પરિવહન વિમાન ઉડાણ  ભરવા માટે તૈયાર રખાયા છે. 

ભારતીય નેવીનું એક જહાજ આઈએસએસ સુમેધાને ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પોર્ટ પર રાખવામાં આવ્યું હતું. શુક્રવારે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં પીએમ મોદીએ સુદાનથી 3000થી વધુ ભારતીયોને સુરક્ષિત રીતે કાઢવાની ઈમરજન્સી પ્લાનિંગની તૈયારીના આદેશ આપ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news