નવી દિલ્હી: ભારત ચીન  (China) વિવાદ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચીની મીડિયાના અનુસાર લાઇફ ઓફ એક્ચુઅલ કંટ્રોલ એટલે કે  LAC પર ચીન, પોતાની સેનાને ટ્રેનિંગ આપવા માટે 20 માર્શલ આર્ટ ટ્રેનર (China Martial Arts) તિબ્બત મોકલી રહ્યું છે. 15 જૂનથી પહેલાં પણ ચીને માર્શલ આર્ટ લડાકુને તિબ્બત મોકલ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે આપણી ભારતીય સેનાના ઘાતક કમાંડો ત્યાં પહેલાંથી જ હાજર છે. સેનાની દરેક યૂનિટમાં ઘાતક કમાંડો હોય છે, જે હથિયારોની સાથે લડાઇ ઉપરાંત હથિયારની લડાઇમાં પણ માહિર હોય છે. 


ચીન પોતાના આ પગલાં દ્વારા ભલે માઇન્ડ ગેમ રમવાનો પ્રયત્ન કરી રહ્યા હોય પરંતુ ભારતીય સેનામાં 'ઘાતક' કમાંડો પહેલાંથી તૈનાત છે. ભારતીય સેનાના ઘાતક કમાંડો હથિયાર વિના લડાઇ લડવામાં માહિર છે અને દુશ્મનોને આમને સામનેની લડાઇમાં ચિત્ત કરી શકે છે. 


15 જૂના રોજ થયેલી અથડામણ પહેલાં પણ ચીને તિબ્બતના સ્થાનિક માર્શલ આર્ટ ક્લબમાંથી ભરતી લડાકુ સેનાની ડિવિઝન તૈનાત કરી હતી. ભારત અને ચીન વચ્ચે 1996માં થયેલા કરાર અનુસાર એલએસીથી બે કિલોમીટરના ઘેરાવામાં ના ફાયરિંગ કરવામાં આવશે ના તો કોઇપણ પ્રકારના ખતરનાક રાસાણિક હથિયાર, બંદૂક, વિસ્ફોટકની પરવાનગી આપવામાં આવશે. એટલા માટે હથિયારોનો ઉપયોગ કરવામાં નહી આવે. 15 જૂના રોજ ખૂની અથડામણ દરમિયાન પણ બંને તરફથી કોઇપણ હથિયારોનો ઉપયોગ કરવામાં નહી આવે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube