ચીનનું સપનું હવામાં જ ખાખ, ટીયાંગોંગ-1 સમાયું પ્રશાંત મહાસાગરમાં
ચીનનું નષ્ટ થયેલું સ્પેશ સ્ટેશન ટિયાંગોંગ-1 સોમવારે વહેલી સવારે ક્રેશ થયું હતું. જેનો કાટમાળ પ્રશાંત મહાસાગરમાં પડ્યો હતો.
નવી દિલ્હી : ચીનનું નિષ્ક્રીય અને અનિયંત્રિત થયેલું સ્પેસ સ્ટેશન ટિયાંગોંગ-1 સોમવારે વહેલી સવારે ક્રેશ થયું છે. સ્પેસ સ્ટેશન તૂટીને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં પટકાયું છે. જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ટિયાંગોંગ-1 ક્યાં પટકાયું એ કહેવું મુશ્કેલ છે. જોકે સદનસીબ એ છે કે સ્પેસ સ્ટેશન પટકાવાથી કોઇ પ્રકારનું ખાસ નુકસાનના સમાચાર નથી. ચીનના સ્પેસ એંજિનિયરીંગ સુત્રોના જણાવ્યા અનુસાર 8 ટન વજનનું ટિયાંગોંગ-1 સ્પેસ સ્ટેશનનો મોટા ભાગનો ભાગ દરિયામાં પડતાં પૂર્વે જ ખાખ થઇ ગયો હતો. વૈજ્ઞાનિકોએ સ્પેસ સ્ટેશનના પટવાથી ધરતી પર ખાસ કોઇ નુકસાનની આશંકાનો ઇન્કાર કર્યો છે.
ઓરલ સેક્સને યોગ્ય ગણવું કે કેમ? હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો
આગના ગોળાની જેમ પડ્યું
કહેવાઇ રહ્યું છે કે, ધરતી પર પડતાં સ્પેસ સ્ટેશન આગના મોટા ગોળા સમાન હતું. નષ્ટ થતાં પૂર્વે તે એકદમ ચમકીલું બન્યું હતું અને આગના ગોળામાં ફેરવાયું હતું. ઉલ્કા પીંડની જેમ દેખાતું હતું. એ પહેલા ઇએસએ કહ્યું હતું કે, આ ઘણી તીવ્ર ગતિએ ધરતીના વાયુમંડળમાં પ્રવેશ કરશે અને પ્રયોગશાળાનો આ કાટમાળ ન્યૂઝીલેન્ડથી લઇને અમેરિકી મિડવેસ્ટના વચ્ચે ગમે ત્યાં પડી શકે છે. ચાઇના મેન્ડ સ્પેસ એંજિનિયરીંગ ઓફિસે આ પહેલા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કહ્યું હતું કે, લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.
7 વર્ષ પહેલાં સ્થાપિત કરાયું હતું
ટિયાંગોંગ-1 હૈવેનલી પૈલેસને સપ્ટેમ્બર 2011માં અવકાશમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. જેને ચીનની અવકાશી ક્ષેત્રે મોટી સિધ્ધિ માનવામાં આવતી હતી. પરંતુ જે રીતે ઘટનાક્રમ સર્જાયો છે એને લઇને ચીની સરકારની સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઇ રહી છે.