નવી દિલ્લીઃ અમેરિકાને ભલે જગત જમાદાર અને મહાસત્તા કહેવાતું હોય પણ તેની પડદા પાછળની હકીકત જાઈને તમે પણ ચોંકી જશો. તમને લાગતું હશે કે અમેરિકામાં બધા જલસાથી રહે છે પણ એ માત્ર તમારી ધારણાં છે. અમેરિકાની સાચી વાસ્તવિકતા જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. કોઈ તમને કહે કે અમેરિકામાં લાખો લોકો પાસે રહેવા માટે ઘર નથી તો તમે શું કહેશો. તમને કહેવામાં આવે કે અમેરિકામાં લાખો લોકો ઘર ન હોવાથી પોતાના વાહનોમાં જ સુઈ જાય છે તો તમે માનશો ખરાં? પણ આ હકીકત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકલાં ભારતમાં જ મોંઘવારી છે એવું નથી. દુનિયાનું અર્થતંત્ર ચાલતા જગત જમાદાર અમેરિકામાં પણ દિનપ્રતિદિન સતત મોંઘવારી વધી રહી છે. જેના કારણે અમેરિકા જેવી મહાસત્તામાં પણ લોકો મુસીબતોને તાબે થઈને રહેવા માટે મજબૂર બન્યાં છે. એક રિપોર્ટ મુજબ અમેરિકામાં ઘરનું ભાડું દિવસે ને દિવસે વધી રહ્યું છે. લોકો પોતાના ઘર છોડીને કારમાં રહેવા મજબૂર બન્યા છે. નાહવા માટે જિમ જવાનું શરૂ કર્યું છે. ઇન્ટરનેટનો ખર્ચ બચાવવા માટે વાઇફાઇ માટે લાઇબ્રેરીમાં જાય છે. ગત વર્ષનું ઘરનું ભાડું 24%થી વધીને 28% થઈ ગયું છે. કેલિફોર્નિયાના એરિક હેન્સલીએ ભાસ્કરને જણાવ્યું હતું કે સરકારથી સામાજિક સુરક્ષા હેઠળ દર મહિને 1200 ડોલર (96,000 રૂપિયા) મળે છે.


સરેરાશ રહેણાક વિસ્તારમાં સૌથી સસ્તું ભાડાનું ઘર 1500 ડોલર (1,20,000 રૂપિયા) સુધી મળે છે. તેથી લોકો પોતાની કારમાં જ રહેવા લાગ્યા છે. જિમમાં દર મહિને 40-50 ડોલર આપીને નાહવાની વ્યવસ્થા કરે છે. લાઇબ્રેરીની મેમ્બરશિપનો ખર્ચ મફત વાઇફાઇ ઉપલબ્ધ કરાવે છે. માત્ર ભોજનનો ખર્ચ થાય છે, એને ઘટાડવા માટે લોકો ઉપવાસ કરી રહ્યા છે, કારણ કે એ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.


જોન નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે બોસ્ટનના પરંપરાગત ઉચ્ચ વર્ગના લોકો જે હાર્વર્ડ જેવી યુનિવર્સિટી સાથે જોડાયેલા છે, તેઓને બોસ્ટન એલિટના નામથી બોલાવવામાં આવે છે. એ જ રીતે જેમની પાસે સૂવા માટે પોતાની કાર છે તેઓને બેઘર એલિટ કહેવામાં આવે છે. જોન 2010 સુધી સેન ફ્રાન્સિસ્કોમાં એક નાનકડા ઘરમાં રહેતો હતો. તે એક મોર્ટગેજ કંપનીમાં કામ કરતો હતો, પરંતુ નોકરી ગુમાવ્યા બાદ EMIના પૈસા પણ ન બચ્યા. તેણે સેન ડિએગોમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરવાનું શરૂ કર્યું અને ભાડાના મકાનમાં રહેવા ગયો. કોવિડ દરમિયાન નોકરી જોખમમાં આવી ગઈ.


જોને જરૂરી સામાન પોતાની કારમાં ફરીને ફરતારામની જેમ જિંદગી જીવે છે. એટલે કે તે પોતાની કારમાં જ સૂઈ જાય છે. મારિયા થોમ્પસન એક હાઉસિંગ એટર્ની છે જે ગરીબો માટે કેસ લડે છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2020 સુધીમાં અમેરિકામાં 70 લાખ લોકો સસ્તા ભાડાનાં મકાનોમાં રહેતા હતા. ભાડા વધારાને કારણે હવે તેમના વાહનોમાં સૂવા વાળા લોકોની સંખ્યા 5 લાખ સુધી પહોંચવાની શક્યતા છે.
તેઓ ફ્રી પબ્લિક પાર્કિંગમાં કાર પાર્ક કરે છે. રહેણાંક વિસ્તારોમાં પાર્કિંગ જોખમી છે, કારણ કે જે લોકોના ઘર પાર્કિંગની નજીક છે તેઓ પોલીસને બોલાવે છે.