નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહનો ચીફ હસન નસરલ્લાહ માર્યો ગયો... આ અંગેની પુષ્ટિ કરી છે ઈઝરાયલી ડિફેન્સ ફોર્સે... ઈઝરાયલની સેનાના પ્રવક્તાએ પોસ્ટથી દુનિયાને જાણકારી આપી કે હવે હિઝબુલ્લાહ ચીફ દુનિયાને ડરાવી શકશે નહીં. હવે હિઝ્બુલ્લાહે પણ નસરલ્લાહના મોતની પુષ્ટિ કરી દીધી છે. ત્યારે કોણ હતો હસન નસરલ્લાહ?... ઈઝરાયલે કઈ રીતે ઓપરેશનને અંજામ આપ્યો?... જોઈશું આ રિપોર્ટમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈઝરાયલ છેલ્લાં 15 દિવસથી લેબનોનમાં મિસાઈલ અને ડ્રોન એટેક કરી રહ્યું છે... જેમાં શનિવારે સૌથી મોટો હુમલો બેરૂતમાં કર્યો... આ હુમલામાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહનો ચીફ હસન નસરલ્લાહ અને તેની દીકરી ઝૈનબના મોત થયા... આ અંગેની સત્તાવાર પુષ્ટિ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે કરી....


ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે. અમે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહ અને દક્ષિણ મોર્ચાના કમાન્ડર અલી કરાકી સહિત અન્ય કમાન્ડરોને ઠાર કર્યા છે. 


ઈઝરાયલે લેબનોનની રાજધાની બેરૂતમાં બેક ટુ બેક હુમલા કર્યા... જ્યારે IDFએ હુમલો કર્યો ત્યારે નસરલ્લાહ પોતાની દીકરી સાથે હેડક્વાર્ટરમાં હાજર હતો... જોકે હિઝબુલ્લાહ તરફથી હજુ સુધી નસરલ્લાહના મોતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.


લેબનોનમાં ચાલી રહેલાં હુમલાની વચ્ચે સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઈ છે... જેમાં ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામીન નેતન્યાહૂ જોવા મળી રહ્યા છે... જે લેન્ડલાઈન ફોનથી લેબનોનમાં હુમલાનો આદેશ આપી રહ્યા છે... 


આ પહેલાં નેતન્યાહૂએ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીને સંબોધન કર્યુ હતું... જેમાં તેમણે બે નકશા બતાવ્યા હતા... એક નકશામાં સાઉદી, ઈજિપ્ત અને સુદાનને આ ક્ષેત્ર માટે વરદાન ગણાવ્યા હતા.... 


હિઝબુલ્લાહના સૌથી મોટા નેતાના મોતથી તેની કમર તૂટી ગઈ છે... કેમ કે નસરલ્લાહ 1992થી ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહનો ચીફ હતો. તેને જવાબદારી મળી ત્યારે તે માત્ર 32 વર્ષનો હતો. નસરલ્લાહ સંગઠનના સ્થાપક સભ્યમાંથી એક હતો. ઈઝરાયલે છેલ્લા 2 મહિનાથી હિઝબુલ્લાહ સામે મોરચો ખોલ્યો છે... જેમાં તેના અનેક મોટા નેતાઓ અને કમાન્ડરને ઠાર કરી દીધા છે... 


ઈઝરાયલના ઓપરેશન ન્યૂ ઓર્ડરની વાત કરીએ તો...
17 સપ્ટેમ્બરે ઈઝરાયલે પેજર બ્લાસ્ટ કર્યો જેમાં 12 લોકોનાં મોત થયા...


18 સપ્ટેમ્બરે વોકી-ટોકી બ્લાસ્ટમાં 27 લોકોનાં મોત થયા...


20 સપ્ટેમ્બરે ઈઝરાયલે 70 મિસાઈલ હુમલા કર્યા જેમાં 45 લોકોનાં મોત થયા...


21 સપ્ટેમ્બરે 400 મિસાઈલ હુમલા કર્યા... જેમાં 14 લોકોનાં મોત થયા...


22 સપ્ટેમ્બરે હિઝબુલ્લાહ પર 150 મિસાઈલ હુમલા કર્યા... જેમાં 23 લોકો ઈજાગ્રસ્ત થયા....


23 સપ્ટેમ્બરે સૌથી મોટો હુમલો કરતાં 1600 ઠેકાણા પર હુમલામાં 558 લોકોનાં મોત થયા....


24 સપ્ટેમ્બરે બૈરૂતમાં હુમલો કરતાં 6 લોકોનાં મોત થયા...


25 સપ્ટેમ્બરે બાલ્બેક અને બેલમાં હુમલામાં 72 લોકોનાં મોત થયા...


ઈઝરાયલ ચારેબાજુ દુશ્મન દેશોથી ઘેરાયેલો છે... એટલે તેણે પોતાની રક્ષા માટે હથિયાર ઉપાડવા સિવાય છૂટકો નથી... પરંતુ છેલ્લાં ઘણા સમયથી જે પ્રમાણે દેશ યુદ્ધની આગમાં હોમાઈ રહ્યો છે... તેનાથી દેશના લોકોમાં ખૌફનો માહોલ છે... ત્યારે આશા રાખીએ કે યુદ્ધની આગ હવે શાંત થાય અને દેશ-દુનિયાના લોકો રાહતનો શ્વાસ લે.