બેરૂતઃ લેબનોનમાં પેજર બ્લાસ્ટના બીજા દિવસે નવા પ્રકારનો હુમલો થયો છે. આ પહેલા મંગળવારે પેજર ડિવાઈસમાં બ્લાસ્ટ થયા હતા. બુધવારે, ઇઝરાયેલે હિઝબુલ્લાહના સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતા રેડિયો વોકી ટોકીઝમાં પણ વિસ્ફોટ કર્યો હતો. બીજો હુમલો હિઝબોલ્લાહની અંદર સુરક્ષાની ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે. સાથે જ હિઝબુલ્લાહ પર પણ દબાણ વધવા લાગ્યું છે. વાયરલેસ ઉપકરણના વિસ્ફોટમાં 14 લોકોના મોત અને 450 થી વધુ લોકો ઘાયલ થયા હતા. એક્સિઓસના અહેવાલ મુજબ, ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીઓએ પહેલેથી જ વોકી-ટોકીમાં બોમ્બ ગોઠવી દીધો હતો અને તેને કટોકટીના ઉપયોગ માટે હિઝબુલ્લાહને મોકલ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇઝરાયલની સાથે યુદ્ધમાં ઉપયોગ માટે હિઝબુલ્લાહ તેને લાવ્યું હતું. હુમલાથી હિઝબુલ્લાહના કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમને નુકસાન થયું છે. સ્થાનીક સમય પ્રમાણે બુધવારે બપોરે હુમલો થયો હતો. વિસ્ફોટ ત્યારે થયો જ્યારે પેજર હુમલામાં મૃત્યુ પામેલા કેટલાક હિઝ્બુલ્લાહ સભ્યોને અંતિમ વિદાય આપવામાં આવી રહી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વાયરલેસ ડિવાઇસ ફાટવાથી હિઝબુલ્લાહો એક ગાર્ડ જમીન પર પડી ગયો હતો. બેરૂતના ઘણા ઘરોમાં પણ ધમાકા થયા છે. 


ઈઝરાયેલનું લક્ષ્ય શું છે?
આ વોકી-ટોકીનો ઉપયોગ ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન થવાનો હતો. આવી સ્થિતિમાં, મોટી સંખ્યામાં આ વોકી ટોકી હિઝબુલના ગોદામોમાં પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલા સાથે ઈઝરાયેલનો મુખ્ય ધ્યેય હિઝબુલ્લાહના લોકોમાં ભ્રમ અને ભય વધારવાનો છે. જેથી તે ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી ડરે. ઇઝરાયેલ જાણે છે કે હિઝબુલ્લાહ ફક્ત પેજર અને વોકી ટોકીઝના ઉપયોગ દ્વારા જ એકબીજા સાથે વાતચીત કરી શકે છે. જો તેઓ પર ભરોસો ન હોય તો તેમની પાસે વાતચીતનું કોઈ સાધન નહીં હોય.


હુમલો કરવો બન્યો મજબૂરી!
રિપોર્ટ પ્રમાણે બીજો હુમલો ઇઝરાયલની મજબૂરી બની ગયો. કારણ કે તે એવું માની ચાલી રહ્યું હતું કે પેજર હુમલા બાદ વાયરલેસ ડિવાઇસની તપાસ થશે, જેનાથી તેમાં બોમ્બ હોવાનો ખુલાસો થઈ જશે. ઇઝરાયલે હુમલાની જવાબદારી લીધી નથી. તો વોકી ટોકી વિસ્ફોટની થોડી કલાકો પહેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને મિસ્ત્રને કહ્યું હતું કે અમેરિકા તેમાં સામેલ નથી અને ન તેની પાસે કોઈ જાણકારી છે. રિપોર્ટ્સ પ્રમાણે આ પ્રકારના હુમલાથી મોસાદ ઈચ્છે છે કે હિઝ્બુલ્લાહ હમાસથી ખુદને અલગ કરી લડાઈ ખતમ કરવા માટે ઇઝરાયલ સાથે એક અલગ સમજુતી કરે.