ઇસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan) ના સિંધ પ્રાંત (Sindh Province)ના ગ્રામીઅન વિસ્તારોમાં ભારે વરસાદ બાદ વિજળી પડવાથી ઓછામાં ઓછા 20 લોકોના મોત નિપજ્યા છે. શુક્રવારે આ જાણકારી આપવામાં આવી હતી. ડોનના અનુસાર રણ વિસ્તારવાળા થારપરકર જિલ્લાના મિઠી, છાછી અને રામ સિંહ સોઢો ગામમાં બુધવારે મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો અને ગુરૂવારે પણ યથાવત રહ્યો હતો. આ દરમિયાન વિજળી પડતાં આ ઘટના સર્જાઇ હતી.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટિકટોકને પહેલાં ખરીદવાનો પ્રયત્ન કર્યો, હવે તોડવા માટે જુકરબર્ગે બનાવ્યું ગુપ્ત એકાઉન્ટ


પ્રભાવિત વિસ્તારોમાં વિજળી પડવાથી અને પછી આગ લાગતાં હજારો પશુઓ મોતને ભેટ્યા હોવાના સમાચાર છે. જ્યાં બુધવારે રાત્રે ત્રણ લોકોના મોત નિપજ્યા હતા, તો બીજી તરફ ગુરૂવારે 10 મહિલાઓ સહિત અન્ય 17 લોકોના મોત નિપજ્યા હતા.  

5 વર્ષ નહિ પણ 25 વર્ષ માટે શિવસેનાનો મુખ્યમંત્રી હશે : સંજય રાઉત


વિજળી પડવાની ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત નિપજ્યા છે અને તેમને મિઠી, ઇસ્લામકોટ અને છછરોની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. પ્રભાવિત વિસ્તારોના અધિકારીઓને મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube