5 વર્ષ નહિ પણ 25 વર્ષ માટે શિવસેનાનો મુખ્યમંત્રી હશે : સંજય રાઉત

મહારાષ્ટ્રમાં શિવસેના દ્વારા સરકાર બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અને એનસીપી સાથે સતત શિવસેના નેતા બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે જણાવ્યું હતું કે 5 વર્ષ નહિ પણ 25 વર્ષ માટે શિવસેનાનો મુખ્યમંત્રી હશે. મુખ્યમંત્રી શિવસેનાનો જ રહેશે. 

5 વર્ષ નહિ પણ 25 વર્ષ માટે શિવસેનાનો મુખ્યમંત્રી હશે : સંજય રાઉત

મુંબઇ: શિવસેના (Shiv Sena) નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત (Sanjay Raut) એ કહ્યું કે સરકાર બનશે તો મુખ્યમંત્રી શિવસેનો જ હશે. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે શિવસેનાનો મુખ્યમંત્રી 25 વર્ષ સુધી રહે. સંજય રાઉતે કહ્યું કે શિવસેનાને હવે રોકી શકશે નહી. મહારાષ્ટ્ર (Maharashtra) ને નેતૃત્વ શિવસેના જ આપશે કોઇ રોકવાનો લાખ પ્રયત્ન કરે. તેમણે કહ્યું કે ન્યૂનતમ શેર કાર્યક્રમ રાજ્યના હિતમાં હશે. 

તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેના (Shiv Sena), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ (Congress)ના નેતાઓએ ગુરૂવારે સાંજે બેઠક યોજી હતી. તેમાં સરકાર બનાવવા માતે ન્યૂનતમ શેર કાર્યક્રમ તૈયાર કરવા માટે કમિટી રચવામાં આવી હતી. 

આ કમિટીમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના 5-5 સભ્યો રાખવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગઠબંધન પહેલાં કોંગ્રેસ ઇચ્છે છે કે શિવસેના કટ્ટર હિંદુત્વના મુદ્દાના બદલે ધર્મનિરપેક્ષતા પર વિશ્વાસ મુકે. તમને જણાવી દઇએ કે સરકર રચવા માટે 17 સપ્ટેમ્બરે કોંગ્રેસ અને એનસીપી નેતા દિલ્હીમાં બેઠક કરી શકે છે. 

સંજય રાઉતે શુક્રવારે એક ટ્વિટ કર્યું હતું અને કહ્યું કે એક નવી આશા તરફ ઇશારો કર્યો. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે 'બંદે હમ ઉસકે હમપર કિસકા જોર, ઉમ્મીદો કે સૂરજ નિકલે ચારો ઓર'.

— Sanjay Raut (@rautsanjay61) November 15, 2019

તમને જણાવી દઇએ કે સંજય રાઉત સતત સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી ભાજપ પર નિશાન સાધી રહ્યા છે, સરકાર બનાવવાને લઇને કેટલાક સંકેત આપી રહ્યા છે. 

— Om Birla (@ombirlakota) November 15, 2019

ખાસ વાત એ પણ છે કે આજે સંજય રાઉતનો જન્મદિવસ છે, સંજય રાઉત આજે 58 વર્ષના થઇ રહ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિડલાએ ટ્વિટર પર સંજય રાઉતને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સંજય રાઉત રાજ્યસભામાં શિવસેનાના સાંસદ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news