ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે પ્રધાનમંત્રી ઇમરાન ખાન દેશને સંબોધિત કરી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ઇમરાન ખાન મોટી જાહેરાત કરી શકે છે. પોતાના સંબોધન પહેલા ઇમરાન ખાને સુરક્ષા પરિષદની બેઠક યોજી છે. ઇમરાન ખાને રાષ્ટ્રજોગ સંબોધન પહેલા વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી સાથે પણ મહત્વપૂર્ણ બેઠક કરી છે. ઇમરાન ખાને દેશની જનતાને સંબોધિત કરતા કહ્યુ કે, તે રાજીનામુ આપવાના નથી. આ સાથે વિદેશી તાકાતો વિપક્ષની સાથે હોવાનો આરોપ ખાને લગાવ્યો છે. ઇમરાન ખાને કહ્યુ કે, હું છેલ્લા બોલ સુધી રમીશ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમરાન ખાનનું સંબોધન, Live અપડેટ્સ


હું રાજીનામુ નહીં આપુઃ ઇમરાન ખાન
ઇમરાન ખાને કહ્યુ- હું રાજીનામુ આપવાનો નથી, હું છેલ્લા બોલ સુધી રમતો રહીશ. અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગનું જે પણ પરિણામ હશે હું વધુ મજબૂત બનીને નિકળીશ. 


રવિવારે થશે પાકિસ્તાનનો નિર્ણય
પોતાના સંબોધનમાં ઇમરાન ખાને કહ્યુ કે, રવિવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થશે. આ દરમિયાન પાકિસ્તાનના ભવિષ્યનો નિર્ણય થશે. એટલે કે ખાન અત્યારે રાજીનામુ આપવાના નથી. તેમણે કહ્યું કે હું છેલ્લા બોલ સુધી રમીશ. 


ઇમરાન ખાને વિપક્ષ પર વિદેશી તાકાત સાથે મળવાનો આરોપ લગાવ્યો
ઇમરાન ખાને પોતાના સંબોધનમાં વિપક્ષ પર વિદેશી તાકાતો સાથે મળવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ કે, પાકિસ્તાનમાં 400 ડ્રોન એટેક થયા પરંતુ તેની કોઈએ આલોચના કરી નહીં. 


ઇમરાન ખાને પોતાના સંબોધનમાં કર્યો નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ
ઇમરાન ખાને પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો. એક પુસ્તકનો હવાલો આપતા કહ્યુ કે, નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફની નેપાળમાં મુલાકાત થઈ હતી. 

આપણા નેતા અમેરિકાથી ડરે છેઃ ઇમરાન
ઇમરાન ખાને કહ્યુ- આપણા નેતા ડરેલા છે કે અમેરિકા નારાજ ન થાય. ક્યા કાયદામાં લખ્યુ છે કે બીજો દેશ આવી તમારા દેશમાં ડ્રોન એટેક કરે. 


અમે અમેરિકા માટે સૌથી વધુ કુરબાની આપીઃ ખાન
ઇમરાન ખાને કહ્યુ- અમેરિકા માટે એટલી કુરબાની કોઈએ નથી આપી જેટલી પાકિસ્તાને આપી. આપણા 80 હજાર લોકોના મોત થયા.


અમારી વિદેશ નીતિ પાકિસ્તાનના લોકો માટે હશેઃ ખાન
ઇમરાન ખાને કહ્યુ- જ્યારે મને સત્તા મળી તો મેં હંમેશા કહ્યુ કે, અમારી વિદેશ નીતિ પાકિસ્તાનના લોકો માટે હશે પરંતુ તેનો અર્થ એવો નથી કે અમે કોઈ સાથે દુશ્મની કરીએ. 


કોઈની સામે મારી જનતાને ઝુકવા નહીં દઉંઃ ખાન
ઇમરાન ખાને કહ્યુ- જ્યારે મેં રાજનીતિ શરૂ કરી ત્યારથી મેં હંમેશા તે કહ્યુ કે હું કોઈની સામે ઝુકીશ નહીં અને દેશને ઝુકવા દઈશ નહીં. 


મેં પાકિસ્તાનને ઉપર અને નીચે જતું જોયુંઃ ખાન
ઇમરાન ખાને કહ્યુ, 'હું જ્યારે નાનો હતો ત્યારે પાકિસ્તાનનું ઉદાહરણ આપવામાં આવતું હતું. આપણે ઉપર જઈ રહ્યાં હતા, પરંતુ મેં પાકિસ્તાનને નીચે જતુ જોયું હતું.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube