આત્મઘાતી હુમલાનો LIVE VIDEO: બલૂચિસ્તાનની મહિલા Suicide Bomber એ કઈ રીતે ઉડાવી ચીન અને પાકિસ્તાનની ઊંઘ!
બલૂચિસ્તાનની એક મહિલાએ પાકિસ્તાન અને ચીનને હચમચાવી દીધા છે. બલૂચિસ્તાનની ભણેલી-ગણેલી મહિલાએ મંગળવારે આત્મઘાતી હુમલો કરી ચીન અને પાકિસ્તાનના ચાર લોકોને મારી નાખ્યા.
નવી દિલ્લીઃ બલૂચિસ્તાનની એક મહિલાએ પાકિસ્તાન અને ચીનને હચમચાવી દીધા છે. બલૂચિસ્તાનની ભણેલી-ગણેલી મહિલાએ મંગળવારે આત્મઘાતી હુમલો કરી ચીન અને પાકિસ્તાનના ચાર લોકોને મારી નાખ્યા.
પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં મંગળવારે એક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો. જેમાં ચીનના ત્રણ અને એક પાકિસ્તાનના નાગરિકનું મોચ થયું છે. આ હુમલાને અંજામ આપનાર એક મહિલા છે. જેનું નામ શૈરી બલૂચ છે. શૈરીએ આત્મઘાતી હુમલો કર્યો અને ચાર લોકોના મોત થયા છે.
કોણ છે શૈરી બલૂચ?
આત્મઘાતી હુમલા બાદ સૌ કોઈ શૈરી વિશે જાણવા માંગે છે. અફઘાનિસ્તાનના પત્રકાર બશીર અહમદ ગ્વાખે ટ્વીટ કરીને શૈરી બલૂચ વિશે માહિતી આપી છે. ગ્વાખના પ્રમાણે હુમલામાં સામે શૈરીની ઉંમર 30 વર્ષ હતી. જેણે જૂઓલોજીમાં માસ્ટર્સ અને એજ્યુકેશનમાં એમફીલ કર્યું હતું. તે શિક્ષક હતી. શૈરી બલૂચ બલૂચિસ્તાન લિબરેશન આર્મીની ખતરનાક ગણાતી મજીદ બ્રિગેડની સ્વયંસેવક હતી. તેણે 2 વર્ષ પહેલા BLA જોઈ કર્યું હતું. અને પોતાના આત્મઘાતી હુમલામાં ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો.
બે બાળકોની માતા હતી શૈરી:
શૈરી બલૂચ બે બાળકોની માતા હતી. જેમની ઉંમર આઠ અને પાંચ વર્ષ છે. તેમના પતિ બશીર બલૂચ એક ડેન્ટિસ્ટ છે. જ્યારે પિતા સરકારી નોકરી કરતા હતા. શૈરીના બલૂચ પતિ હબીતાન બશીર બલૂચે એક અજ્ઞાત સ્થળેથી ટ્વીટ કરીને કહ્યું છે કે તે પોતાની પત્નીના કામથી આશ્ચર્યમાં છે. સાથે જ તેમની પત્નીએ જે કર્યું છે તેના પર ગર્વ છે.
બલૂચિસ્તાનમાં આંદોલન ઉગ્ર:
અફઘાનિસ્તાનના પત્રકાર બશીર અહમદ ગ્વાખે કહ્યું છે કે શૈરી બલૂચ ભણેલી હતી. તેનો પરિવાર સારા વર્ગમાંથી આવતો હતો. તેના પરિવારને તો પાકિસ્તાની સેનાએ ક્યારેય પરેશાન નહોતો કર્યો. જો કે, તો પણ તેણે સ્યુસાઈડ બોમ્બર બનવાનો નિર્ણય કર્યો. જેનાથી ખબર પડે છે કે, હવે બલૂચિસ્તાનમાં આંદોલન ઉગ્ર બની રહ્યું છે.
અહીં કર્યો હુમલો:
કરાચી યુનિવર્સિટીમાં મંગળવારે ચીની ભાષાના શિક્ષણ કેન્દ્ર પાસે મોટો વિસ્ફોટ થયો હતો. જેમાં વાનમાં આવી પહેલા 3 ચીનના નાગરિકો અને તેમનો પાકિસ્તાની ડ્રાઈવર માર્યા ગયા હતા. પાકિસ્તાનમાં ચીનના દૂતાવાસે કરાચી યુનિવર્સિટીમાં થયેલા વિસ્ફોટની નિંદા કરી છે. પાકિસ્તાનના પીએમ શરીફ આ ઘટના બાદ ચીનના દૂતાવાત ગયા હતા. તેમણે ચીનના રાજદૂતને મળી ઘટના પર શોક વ્યક્ત કર્યો. સાથે જ ઘટનાના દોષિતોને સજા અપાવવાની ખાતરી આપી છે.