ઓકલેન્ડ: ન્યૂઝીલેન્ડ (New Zealand) માં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસને પગલે અલર્ટ લેવલ વધારી દેવાયું છે. પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ન  (Jacinda Ardern) એ કહ્યું કે ન્યૂઝીલેન્ડમાં કમ્યુનિટી સ્પ્રેડના તાજા કેસની પુષ્ટિ થઈ છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાં મુજબ પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને મીડિયાને કહ્યું કે ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં કોરોના અલર્ટ લેવલ 1થી વધારીને 3 થયું છે. જ્યારે અન્ય જગ્યા પર અલર્ટ લેવલ 2 થઈ ગયું છે. ઓકલેન્ડમાં કોરોનાના વધતા કેસને પગલે લોકડાઉન લગાવવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલા દિવસો માટે લોકડાઉન
ન્યૂઝીલેન્ડ (New Zealand) સ્વાસ્થ્ય મામલાના ડાઈરેક્ટર જનરલ એશ્લે બ્લૂમફીલ્ડે કહ્યું કે કમ્યુનિટી સ્પ્રેડના લક્ષણ અસામાન્ય છે અને સંક્રમણનો સ્ત્રોત અજ્ઞાત છે. જેની તપાસ થઈ રહી છે. પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને (Jacinda Ardern)  લોકોને અપીલ કરી છે કે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઘરમાં જ રહો. ઓકલેન્ડ (Auckland) માં રવિવારે સવારે 6 વાગ્યાથી સાત દિવસ માટે ત્રીજા સ્તરનું લોકડાઉન લાગુ થશે. ત્રીજા સ્તરના લોકડાઉનમાં તમામ પ્રકારના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. કડક પ્રતિબંધો લાગુ રહેશે. દેશના બાકી ભાગમાં બીજા સ્તરનું લોકડાઉન લાગુ છે. જેમાં દર્શકો વગર રમતોનું આયોજન થઈ શકે છે. 


બે વાર કોરોના ફ્રી થઈ ચૂક્યો છે દેશ
અત્રે જણાવવાનું કે ન્યૂઝીલેન્ડમાં બેવાર કોરોના વાયરસ (Corona Virus) ના ખતમ થવાની જાહેરાત થઈ ચૂકી છે. પરંતુ કોરોના વાયરસના વધતા કેસને પગલે એકવાર ફરીથી ઓકલેન્ડમાં લોકડાઉન લગાવવું પડ્યું છે. શનિવાર સુધી વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11.40 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 25.31 લાખથી વધુ થઈ છે. ફરીથી કોરોનાના વધતા સંક્રમણે તમામ દેશોની ચિંતા વધારી દીધી છે. 


Balakot Air Strike: જુઓ, પાકિસ્તાનમાં વાયરલ અભિનંદન વર્ધમાનનો વીડિયો, એડિટિંગ પર ઉઠ્યા સવાલ


10 લાખથી વધુ કેસવાળા દેશ
એવા દેશો કે જ્યાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. તેમાં બ્રિટન (4,166,727), રશિયા (4,164,802), ફ્રાન્સ (3,746,475), સ્પેન (3,180,212), ઈટાલી (2,868,435), તુર્કી(2,674,766), જર્મની(2,426,819), કોલંબિયા (2,241,225), આર્જેન્ટિના(2,093,645), મેક્સિકો (2,069,370), પોલેન્ડ(1,673,252), ઈરાન(1,607,081), દક્ષિણ આફ્રીકા(1,509,124), યુક્રેન (1,373,139), ઈન્ડોનેશિયા (1,314,634), પેરુ(1,300,799), ચેક રિપબ્લિક (1,198,168) અને નેધરલેન્ડ્સ (1,088,730) છે. 


20 હજારથી વધુ મોતવાળો દેશ 
આ ઘાતક વાયરસના કારણે મોતને ભેટનારાની સંખ્યાની વાત કરીએ તો અમેરિકા બાદ બીજા નંબરે બ્રાઝિલ આવે છે અને ત્યારબાદ મેક્સિકો અને ભારતમાં સૌથી વધુ મોત થયા છે. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં251,498, મેક્સિકોમાં 183,692  અને ભારતમાં 156,705 લોકોના મોત થયા છે. જ્યારે 20 હજારથી વધુ મોતવાળા દેશોમાં બ્રિટન (122,303), ઈટાલી (96,974), ફ્રાન્સ (85,734), રશિયા (83,481), જર્મની (69,327), સ્પેન (68,813), ઈરાન (59,830), કોલંબિયા (59,396), આર્જેન્ટિના (51,795), દક્ષિણ આફ્રીકા (49,667), પેરુ (45,683), પોલેન્ડ (43,094), ઈન્ડોનેશિયા (35,518), તુર્કી (28,358), યુક્રેન (26,991), બેલ્જિયમ (22,006) અને કેનેડા (21,868) છે.


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube