Balakot Air Strike: જુઓ, પાકિસ્તાનમાં વાયરલ અભિનંદન વર્ધમાનનો વીડિયો, એડિટિંગ પર ઉઠ્યા સવાલ

બાલાકોટ એરસ્ટ્રાઇક (Balakot Air Strike) ની બીજી વરસી પર ડરેલા પાકિસ્તાને એક નવા પ્રોપગેન્ડા દ્વારા પોતાનો ચહેરો બચાવવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન (Abhinandan Vardhman) નો એક નવો વીડિયો જારી કરી પ્રોપગેન્ડા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.

 Balakot Air Strike: જુઓ, પાકિસ્તાનમાં વાયરલ અભિનંદન વર્ધમાનનો વીડિયો, એડિટિંગ પર ઉઠ્યા સવાલ

નવી દિલ્હીઃ બાલાકોટ એરસ્ટ્રાઇક (Balakot Air Strike) ની બીજી વરસી પર ડરેલા પાકિસ્તાને એક નવા પ્રોપગેન્ડા દ્વારા પોતાનો ચહેરો બચાવવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન (Abhinandan Vardhman) નો એક નવો વીડિયો જારી કરી પ્રોપગેન્ડા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. 27 ફેબ્રુઆરી 2019ના પાકિસ્તાનની એરફોર્સના વિમાનને ભગાડવાના પ્રયાસમાં અભિનંદન વર્ધમાન પીઓકે પહોંચી ગયા હતા. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ તેમને કબજામાં લીધા અને 1 માર્ચે ભારતના દબાવ બાદ વાઘા બોર્ડર પર પરત છોડ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાને અભિનંદનના ઘણા વીડિયો શેર કર્યા હતા. પરંતુ હવે એક નવો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. 

આ વીડિયોમાં અભિનંદન વર્ધમાન (Abhinandan Vardhman) કાશ્મીરમાં શાંતિની અપીલ અને પાકિસ્તાન તથા ભારતમાં કોઈ અંતર ન હોવાની વાત કરતા જોવા મળી રહ્યાં છે. અભિનંદન આ વીડિયોમાં પાકિસ્તાની આર્મીની મહેમાનગતીની પ્રશંસા કરી રહ્યાં છે, પરંતુ તે સ્પષ્ટ છે કે આ વીડિયોને ઘણીવાર એડિટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમામ કટથી સ્પષ્ટ છે કે પાકિસ્તાન તરફથી પોતાના પ્રોપગેન્ડા માટે અભિનંદનના જૂના વીડિયોનો ઉપયોગ એડિટ કરીને કરવામાં આવી રહ્યો છે. પરંતુ જે રીતે વીડિયોમાં એટલા કટ છે, તેનાથી તેની સત્યતા પર સવાલ ઉઠી રહ્યાં છે. 

Abhi Nandan talks about his experience as he was coming down after his plane was shot down by PAF.#CapitalTV #Abhinandan #27February #27FebSurpriseDay #27FebDayOfFantasticTea #PAF pic.twitter.com/gJg07MVUb7

— Capital TV (@CTV_Digital) February 27, 2021

અભિનંદન વર્ધમાન આ વીડિયોમાં કહે છે કે, 'ઉપરથી જ્યારે મેં જોયુ કે બન્ને દેશોમાં કોઈ અંતર લાગી રહ્યું નથી. ત્યાં સુધી કે હું જ્યારે પેરાશૂટથી નીચે પડ્યો તો તે ન જાણી શક્યો કે ક્યા દેશમાં છું. માણસો પણ બન્ને દેશમાં એક જ છે. હું જ્યારે નીચે પડ્યો તો મને ઈજા થઈ હતી અને હું હલી શકતો નહતો. હું તે જાણવાનો પ્રયાસ કર્યો કે હું ક્યાં છું. જ્યારે મને ખ્યાલ આવ્યો કે હું મારા દેશમાં નથી તો મેં ભાગવાનો પ્રયાસ કર્યો. મારી પાછળ લોકો આવ્યા હતા અને તેનો જોશ ઉપર હતો અને તે ઈચ્છતા હતા કે મને પકડી લે.'

તેની આગળ તે પાકિસ્તાની સેનાની પ્રશંસા કરતા કહે છે કે, ત્યારે પાક સેનાના બે જવાન આવ્યા, તેણે મને ઝડપી લીધો અને બચાવ્યો. એક કેપ્ટન, તેણે આ લોકોથી બચાવ્યા, યૂનિટ સુધી લઈ ગયા જ્યાં ફર્સ્ટ એડ આપવામાં આવી અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અભિનંદન કહે છે કે, શું થઈ રહ્યું છે કાશ્મીરની સાથે તે તમને પણ ખબર નથી અને મને પણ. આપણે શાંતિથી વિચારવુ જોઈએ. 

મહત્વનું છે કે 27 ફેબ્રુઆરી 2019ના અભિનંદન વર્ધમાન પર હુમલો કરવાનો વીડિયો સામે આવ્યો હતો. ભારતે આ વીડિયોને લઈને પાકિસ્તાને જિનેવા સંધિની યાદ અપાવી હતી. તેવામાં મારપીટના વીડિયોથી લીને પ્રશંસાની વાતથી સ્પષ્ટ છે કે પાકિસ્તાન પ્રોપગેન્ડા માટે આ એડિટિડ વીડિયોનો ઉપયોગ કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news