No Trousers in Tube Day 2023: ટ્રેનમાં ક્યારેક તો તમે મુસાફરી કરી હશે. ટ્રેનોમાં વિભિન્ન સંસ્કૃતિ અને બોલી બોલનારા લોકો મળે છે. અલગ અલગ પ્રકારના કપડાં પહેરતા લોકો પણ ટ્રેનોમાં જોવા મળે છે. પરંતુ એક એવી ઘટના સામે આવી છે જ્યાં મહિલાઓ પેન્ટ પહેર્યા વગર જ  ટ્રેનોમાં ચડી ગઈ. તમને આ વાંચીને નવાઈ લાગશે પરંતુ આ સાચુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે આ મામલો લંડનનો છે. અહીં રવિવારે ટ્યૂબ અને સબવેનો અલગ જ નજારો જોવા મળ્યો. ભારે સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ટ્યૂબમાં પેન્ટ પહેર્યા વગર જોવા મળ્યા. લંડનમાં અંડરગ્રાઉન્ડ મેટ્રોને ટ્યૂબ કહેવામાં આવે છે. લોકોએ જૂતા અને બાકી કપડા તો પહેરી રાખ્યા હતા પરંતુ પેન્ટ નહતા. આ લોકો નો ટ્રાઉઝર ડે મનાવી રહ્યા હતા. આ સતત 12મું વર્ષ હતું જ્યારે ટ્યૂબમાં નો ટ્રાઉઝર ડે મનાવવામાં આવ્યો. લંડનમાં આ કાર્યક્રમ સ્ટિફ અપર લિપ સોસાઈટીએ આયોજિત કરાવ્યો હતો. તેની શરૂઆત 2002માં ન્યૂયોર્કમાં થઈ હતી. ત્યારબાદ દુનિયાના બાકી હિસ્સાઓમાં સેલિબ્રેટ થવા લાગ્યો. 


Pakistan: પાકિસ્તાન પાસેથી ભારત ખરીદે છે 10 વસ્તુઓ, જેનો ઘર-ઘરમાં થાય છે ઉપયોગ


દારૂ થોડો પીવામાં તો કોઈ વાંધો નથી...જો એવું સમજતા હોવ તો સાવધાન...


Covid New Variant: દક્ષિણ આફ્રિકામાં મળ્યો કોરોનાનો ખતરનાક 'ધ ક્રૈકેન' વેરિએન્ટ


કેમ કરાયો આયોજિત
ચોંકાવનારી વાત છે કે આ આયોજનનો કોઈ ખાસ હેતુ નહતો. આ ફક્ત મોજ મસ્તી માટે કરાયો હતો. તેમાં ટ્રેનોમાં સફર કરતી વખતે ટ્રાઉઝર એટલે કે પેન્ટ પહેરવાનું હોતું નથી. રિપોર્ટ્સ મુજબ તેમાં  ભાગ લેનારાઓએ એવું દેખાડવાનું હોય છે કે જાણે તેઓ પોતાનું પેન્ટ ઘરે ભૂલી ગયા. સોશયિલ મીડિયા પર આ ઈવેન્ટને લઈને અલગ અલગ પ્રકારના રિએક્શન જોવા મળી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે મને બર્લિન યાદ આવી ગયું. ત્યાં પહેલીવાર મને આવો નજારો જોવા મળ્યો હતો. હાડકા થીજવી દે તેવી ઠંડીમાં લોકો ફક્ત અન્ડરવિયરમાં હતા. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube