Pakistan: પાકિસ્તાન પાસેથી ભારત ખરીદે છે 10 વસ્તુઓ, જેનો ઘર-ઘરમાં થાય છે ઉપયોગ

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન અત્યારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. મોંઘવારીએ લોકોની કમર ભાંગી નાંખી છે. સરકાર પણ લાચાર જોવા મળી રહી છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યો છે. તેમ છતાં પાડોશી દેશ પાકિસ્તાનમાંથી ભારત અનેક વસ્તુઓ ખરીદે છે જેનો ઉપયોગ મોટાપાયે લોકોના ઘરમાં થાય છે.

Pakistan: પાકિસ્તાન પાસેથી ભારત ખરીદે છે 10 વસ્તુઓ, જેનો ઘર-ઘરમાં થાય છે ઉપયોગ

નવી દિલ્લી: ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન અત્યારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. મોંઘવારીએ લોકોની કમર ભાંગી નાંખી છે. સરકાર પણ લાચાર જોવા મળી રહી છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યો છે. જેના કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કંગાળીના આરે પહોંચી ગઈ છે. પાકિસ્તાનમાં વધતી મોંઘવારીનું અલાર્મ એ છે કે કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 10,000 પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પાકિસ્તાનની સરકાર પણ માની ચૂકી છે કે દેશમાં સ્થિતિ ગંભીર છે. પાકિસ્તાનમાંથી અનેક ચીજવસ્તુઓ ભારત ખરીદે છે. જેમાં તાજા ફળ, સીમેન્ટ અને ચામડાનો સામાન છે. અને ભારતમાં આ વસ્તુની ઘણી ડિમાન્ડ છે. 

ડ્રાયફ્રૂટ્સ, તરબૂચ અને અન્ય ફળોની આયાત:
વર્ષ 2017માં ભારતે પાકિસ્તાનમાંથી 488.5 મિલિયન ડોલરના કિંમતી સમાનની આયાત કરી હતી. જેમાં ડ્રાયફ્રૂટ્સ, તરબૂચ અને અન્ય ફળો હતા. પાકિસ્તાનના તાજા ફળો માટે એક મોટું માર્કેટ પણ છે. રિપોર્ટ્સ પ્રમાણે 2017માં ભારતે 89.62 મિલિયન ડોલર એટલે કે 63 કરોડ રૂપિયાના ફળ પાકિસ્તાનમાંથી આયાત કર્યા હતા. પાકિસ્તાનમાંથી આવતા ફળ કાશ્મીરના રસ્તે રાજધાની દિલ્લીના માર્કેટ સુધી પહોંચે છે. 

સિમેન્ટ અને સિંધાલુ: 
ભારતમાં વેચાતા બિનાની સિમેન્ટનું પ્રોડક્શન પાકિસ્તાનમાં થાય છે. પાકિસ્તાનનું મીઠું, સલ્ફર, પથ્થર અને ચૂનો પણ ભારતમાં ધૂમ વેચાય છે. વ્રતમાં ઉપયોગમાં આવતું સિંધાલું પાકિસ્તાનથી જ આવે છે. તે સિવાય મુલ્તાની માટી પણ પાકિસ્તાનથી જ આવે છે. જેનો ઉપયોગ સૌદર્ય પ્રસાધનોમાં થાય છે. આ સિવાય ચશ્મામાં ઉપયોગમાં આવતા ઓપ્ટિકલ્સ પણ મોટા પ્રમાણમાં પાકિસ્તાનથી જ આવે છે. કેટલાંક મેડિકલ ઉપકરણ પણ ભારત પાડોશમાંથી મંગાવે છે. ભારત મોટા પ્રમાણમાં પાકિસ્તાનમાંથી ચામડાનો સામાન પણ આયાત કરે છે. 

કોટન અને મેટલ કમ્પાઉન્ડ:
પાકિસ્તાન ભારતને મોટાપાયે કોટન એક્સપોર્ટ કરે છે. ભારત સ્ટીલ પણ પાકિસ્તાનમાંથી મંગાવે છે અને તાંબુ પણ મોટા પ્રમાણમાં પાડોશી દેશમાંથી જ આવે છે. ભારતને બિન કાર્બનિક કેમિકલ્સ, મેટલ કમ્પાઉન્ડ પણ પાકિસ્તાન એક્સપોર્ટ કરે છે. ખાંડમાંથી બનનારી કન્ફેક્શનરી સંબંધી પ્રોડક્ટ્સ પણ પાકિસ્તાનથી જ આવે છે. ભારતમાં લાહોરના કુર્તા, પેશાવરી ચપ્પલ પણ ખૂબ વેચાય છે. 

પાકિસ્તાનમાંથી ભારતમાં આવતી ટોપ 10 આઈટમ્સ:
1. ડ્રાયફ્રૂટ્સ, તરબૂચ અને અન્ય ફળો
2. સિમેન્ટ
3. સિંધાલુ
4. પથ્થર
5. ચૂનો
6. ચશ્માના ઓપ્ટિકલ્સ
7. કોટન
8. સ્ટીલ
9. કાર્બનિક કેમિકલ્સ અને મેટલ કમ્પાઉન્ડ
10. ચામડાનો સામાન

આ વીડિયો પણ ખાસ જુઓ...

પાકિસ્તાન પર ચારેબાજુથી મોટો ફટકો:
દેવાના ડુંગર નીચે દબાયેલું પાકિસ્તાન અત્યારે ચારેબાજુથી ફટકાનો પ્રહાર કરી રહ્યું છે. એકબાજુ તે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. તો બીજીબાજુ આંતરિક ઝઘડો પણ એટલો જ ઉગ્ર બની રહ્યો છે. એવામાં પાકિસ્તાને પોતાના દેવાને ઓછું કરવા માટે અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલું પોતાનુ જૂનું દૂતાવાસ વેચવાનો નિર્ણય કર્યો છે. તેના માટે મંજૂરી પણ મળી ગઈ છે. ત્યારે આર્થિક સંકટના કારણે આંતકિસ્તાનની હાલત ખસ્તા બની ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news