ઝી બ્યૂરો, અમદાવાદઃ દરેક દુલ્હનનું સપનું હોય છે કે તે પોતાની વેડિંગમાં સૌથી હટકે દેખાય. જો પોતાના લગ્નમાં કોઈ દુલ્હન વર્લ્ડ રેકોર્ડ બનાવે તો તેની ખુશી બમણી થઈ જાય છે, અને તેને લાઈફ ટાઈમ તે વસ્તુ યાદ રહે છે કે જે કોઈએ નથી કર્યું તે તેને પોતાના લગ્નમાં કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ત્યારે આવો જ કંઈક વર્લ્ડ રેકોર્ડ સાયપ્રસ દેશમાં બન્યો છે. સાયપ્રસ દેશમાં એક દુલ્હને પોતાના લગ્નમાં અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સાઈપ્રસ દેશની દુલ્હન મારિયા પરસકેવાએ વિશ્વની સૌથી લાંબી વેડિંગ વેલ પહેરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. દુલ્હને પહેરેલા વેડિંગ ડ્રેસની લંબાઈ 6,962.6 મીટર અથવા તો 22 હજાર 843 ફૂટ 2.11 ઈંચ કહી શકાય. મારિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, તેનું બાળપણનું સપનું હતું કે, તે સૌથી લાંબી વેડિંગ વેલ પહેરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ પ્રાપ્ત કરશે. આ વેડિંગ વેલને ગ્રાઉન્ડમાં સરખી રીતે રાખવા માટે 6 કલાકનો સમય લાગ્યો હતો, અને જેમાં 30 વોલિન્ટિર હાજર હતા.


હાલ આ લાંબી વેડિંગ વેલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. ચોંકાવનારા આ વીડિયોને જોઈને તમને પણ વિચાર આવશે કે, લગ્નમાં આટલી લાંબી વેડિંગ વેલ મેનેજ કરવી તે સહેલી નથી. લોકોને આ વેડિંગ વેલ જોઈને નવાઈ લાગી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube