આ દેશમાં ચાલવા સમયે ફોન જોયો તો લાગશે દંડ! કાયદા પર ચર્ચા જારી
જાપાનમાં ચાલવા સમયે મોબાઇલ જોતા થઈ રહેલી દુર્ઘટના બાદ ચિંતિત સરકારે તેના પર કાયદો બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.
ટોક્યોઃ જાપાનમાં ચાલવા સમયે મોબાઇલ જોતા થઈ રહેલી દુર્ઘટનાથી ચિંતિત સરકારે તેના પર કાયદો બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ કાયદાને પ્રથમ તબક્કામાં ટ્રાયલ માટે મધ્ય જાપાનના યામાતો શહેરમાં લાગૂ કરવામાં આવશે. જાપાનમાં શહેર માટે કોર્પોરેટરોને કાયદો બનાવવાનો અધિકાર છે. આ કાયદાને લઈને યામાતોની સિટી કાઉન્સિલમાં પણ ચર્ચા ચાલી રહી છે.
રિસર્ચ બાદ લાવવામાં આવ્યો કાયદો
સોરા ન્યૂઝ 24 અનુસાર, શહેર તંત્રએ આ કાયદો એક તાજા અભ્યાસ બાદ લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. આ શોધમાં યામાતોના બે રેલવે સ્ટોશનો પર 6000 લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં મોટા ભાગના લોકો ચાલવા સમયે મોબાઇલનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે મોબાઇલ જોતા ચાલવાને કારણે લોકોને ઈજા પણ થઈ છે.
ચાલવા સમયે મોબાઇલ પર પ્રતિબંધ લગાવનાર બનશે પ્રથમ શહેર
જૂનના મધ્યમાં યામાતોની સિટી કાઉન્સિલમાં આ બિલ પર મતદાનની સંભાવના છે. જો આ બિલ કાયદાનું રૂપ લઈ લેશે તો યામાટો ફોનને જોતા ચાલવા પર પ્રતિબંધ લગાવનાર જાપાનનું પ્રથમ શહેર બની જશે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો તેને સંપૂર્ણ જાપાનમાં લાગૂ કરવા પર પણ વિચાર કરી શકાય છે. નવા કાયદાને 1 જૂનથી લાગૂ કરવામાં આવી શકે છે.
આત્મનિર્ભર ભારતઃ પેરામિલિટ્રી ફોર્સે એક હજાર વિદેશી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો
નિયમનો ભંગ કરવા પર લાગશે દંડ
નવો કાયદો સ્માર્ટફોન કે અન્ય ડિવાઇસની સ્ક્રીન પર નજર રાખીને ચાલવાની રીતને પરિભાષિત કરશે. તેનો ભંગ કરવા પર દંડની પણ જોગવાઇ કરવામાં આવી શકે છે. સ્થાનીક તંત્ર લોકોને વિનંતી કરી રહ્યું છે કે તે પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ ઉભા રહીને કરે જ્યાં તમે બીજાને પાસેથી પસાર થવામાં મુશ્કેલી ઉભી ન કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર