નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના ઝડપથી વધતા કેસે ચિંતા વધારી છે. મહામારીનો માર સહન કરી રહેલા ભારતીયો માટે હવે મલેશિયાએથી ખરાબ સમાચાર આવ્યા છે. મલેશિયાની સરકારે દેશમાં ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના નાગરિકોને પણ લાગુ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે મલેશિયાની સરકારના આ નિર્ણયથી સૌથી વધુ પ્રભાવિત લાંબા ગાળાના પાસ ધારકો, વિદ્યાર્થીઓ અને પ્રવાસી નાગરીકો થવાના છે.


આ પણ વાંચો:- હવે એક-એક ઈંચ જમીન માટે માર ખાશે ચીન! ભારતે કરી છે આ તૈયારી


તમને જણાવી દઇએ કે, માર્ચથી જ મલેશિયામાં તમામ વિદેશી પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવેલો છે.


મલેશિયાના પ્રધાનમંત્રી મોહિઉદ્દીન યાસીને ગત શુક્રવારે એક ભાષણમાં કહ્યું હતું કે, કોરોના મહામારી સક્રિય રીતથી દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહી છે. તેના પર અંકુશ લગાવવા માટે કરવામાં આવેલા ઉપાયોને વર્ષના અંત સુધી લાગુ રાખવામાં આવશે.


આ પણ વાંચો:- Indian Armyએ બ્લેક ટોપથી ચીનના કેમેરા અને સર્વેલન્સ સિસ્ટમને હટાવી


ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં છેશમાં 69,921 નવા કોરોના સંક્રમિત દર્દીઓની પુષ્ટિ થઇ છે, જ્યારે 819 લોકોના મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર