ભારત અને માલદીવ વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. માલદીવના 3 મંત્રીઓ તરફથી ભારત અને પીએમ મોદી અંગે આપત્તિજનક ટ્વીટ કરવામાં આવી. ત્યારબાદ બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ બધુ આખરે થયું કેવી રીતે? વાત જાણે એમ છે કે પીએમ મોદીએ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં લક્ષદ્વીપની મુલાકાત કરી હતી. તેમના આ પ્રવાસના એક વીડિયોને રાજનીતિક ટિપ્પણીકાર રોશન સિન્હાએ એક્સ પર મિસ્ટર સિન્હા નામના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો. તેમણે લખ્યું કે શાનદાર ચાલ! માલદીવની નવી ચીની કઠપુતળી સરકાર માટે એક મોટો ઝટકો છે. આ સાથે જ તેનાથી લક્ષદ્વીપને પર્યટન તરીકે પ્રોત્સાહન મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોશન પોતાની પોસ્ટમાં ભારતના વખાણ કરી રહ્યા હતા. પરંતુ તેનાથી માલદીવના યુવા અધિકારિતા, સૂચના અને કલા ડેપ્યુટી મંત્રી મરિયમ શિઉના ભડકી ગયા. તેમણે સિન્હાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદી વિશે આપત્તિજનક કમેન્ટ કરી. જો કે માલદીવમાં સત્તાધારી પાર્ટીના બે અન્ય નેતાઓની સાથે તેમને પણ સસ્પેન્ડ કરી દેવાયા. સિનાહાએ પીએમ મોદી વિરુદ્ધ આપત્તિજનક શબ્દો બાદ માલદીવને ખુબ ફટકાર પણ લગાવી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube