Future World: ટાઈમ ટ્રાવેલ એક એવું સપનું છે જેનું સપનું મનુષ્ય સદીઓથી જોઈ રહ્યો છે પરંતુ તે પૂરું થવું મુશ્કેલ લાગે છે. જો કે એવા લોકોની સંખ્યાની કોઈ કમી નથી જે આવા દાવા કરે છે કે તેઓ સમયની યાત્રા કરીને પાછા ફર્યા છે. કોઈ ભવિષ્યમાંથી પાછા  ફરવાની વાત કરે છે તો કોઈ ઈતિહાસના કોઈ કાળખંડમાં પહોંચીને વર્તમાનમાં પાછા ફરવાનો દાવો કરે છે. આજે અમે તમને એવા જ એક કથિત ટાઈમ ટ્રાવેલર વિશે જણાવીશું જેનો દાવો છે કે તે 647 વર્ષ આગળની દુનિયા  ફરીને પાછો ફર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ મુજબ ઈનો એલિરિક નામના એક વ્યક્તિએ એવો દાવો કર્યો છે કે આ વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર પણ એક્ટિવ છે અને તેના લગભગ 26 હજાર ફોલોઅર્સ ગણાવવામાં આવે છે. એવું કહેવાય છે કે તેણે પોતાના એક વીડિયોમાં દાવો કર્યો છે કે તે 2671માં જઈને આવ્યો છે. 


અમરતાના ક્રિસ્ટલની ખોજ
રિપોર્ટ્સ મુજબ ઈનો એરિકે કહ્યું કે 13 જાન્યુઆરી 2024ના રોજ વિજ્ઞાન અમરતાનો ક્રિસ્ટલ શોધી લેશે ને જે પણ તેને સ્પર્શશે તે અમર થઈ જશે. તેણે ક્રિસ્ટલની તસવીર પણ શેર કરી  લીધી છે. તેના આ દાવા પર મોટાભાગના લોકો વિશ્વાસ કરતા નથી પરંતુ કેટલાક લોકોનું એવું કહેવું છે કે જો આમ થાય તો ખોટું શું છે. 


NDA vs PDA:: કોણ કોના પર ભારે? વિપક્ષની એકજૂથતાના જવાબમાં કાલે NDA નો મેગા શો


ગુજરાતીઓ સ્ટુડન્ટ વિઝા માટે ઓસ્ટ્રેલિયાને કેમ આપે છે પ્રાયોરિટી, ખાસ જાણો


કેદારનાથમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ, ગમે તેવા કપડા પહેરીને પણ નહિ જઈ શકાય


મીડિયા રિપોર્ટ મુજબ એરિકે એ પણ કહ્યું છે કે આવનારા સમયને લઈને અનેક ભવિષ્યવાણી પણ કરી છે. તેમના જણાવ્યાં મુજબ 2 એપ્રિલ 2024માં એક 9.8 મેગ્નીટ્યૂડનો ભૂકંપ આવશે અને 750 ફૂટની સુનામી ઉઠશે. તેનાથી કેલિફોર્નિયા કોસ્ટલાઈનનો મોટો હિસ્સો બરબાદ થઈ જશે. તેની એક વધુ અવિશ્વસનીય ભવિષ્યવાણી એ પણ છે કે 22 મે 2024ના રોજ દુનિયામાં એક એવો તરલ પદાર્થ બનશે જેમાં પડનારી કોઈ પણ પ્રતિછાયા જીવિત થઈને સામે આવી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube