Viral News: હાર્ટ એટેકથી મોત થયું, ત્યારબાદ 28 મિનિટ સુધી જે થયું...જાણીને રૂવાડાં ઊભા થઈ જશે
Near Death Experience: એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું. ટેક્નિકલી ડેડ પણ જાહેર કરી દેવાયો. પરંતુ ત્યારબાદ 28 મિનિટ સુધી તેણે જે અનુભવ કર્યો તે જાણીને દરેક જણ દંગ થઈ ગયા છે. આ ઘટના 57 વર્ષના ફિલ જેબલ સાથે ઘટી. જે ઓસ્ટ્રેલિયામાં રહે છે.
ફિલ 28 મિનિટ સુધી મોતના મોઢામાં રહ્યા બાદ ત્યાંથી ચમત્કારિક રીતે પાછા આવી ગયા. તેઓ બાસ્કેટબોલ રમી રહ્યા હતા. ત્યારે તેમને એટેક આવ્યો. આ દરમિયાન તેમણે મહેસૂસ કર્યું કે તેઓ તેમના શરીરમાંથી બહાર નીકળી ગયા છે અને ઊંચાઈથી પોતાને જોઈ રહ્યા છે. વ્યવસાયે તાઈક્વોડો ઈન્સ્ટ્રક્ટર અને પોતાને મિરેકલ મેન ગણાવતા ફિલે કહ્યું કે હું ક્યાંય જવાનો નથી. આ ઘટના નવેમ્બરની છે. જ્યારે બાસ્કેટબોલ રમતા રમતા અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેઓ પડી ગયા.
ત્રણ દિવસ સુધી બેહોશ રહ્યા
ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવાયા, પુત્ર જોશુઆએ એક ઓફ ડ્યૂટી નર્સને ફોન કર્યો. જેથી કરીને સીપીઆર આપી શકાય. ત્રણ દિવસ સુધી બેહોશ હાલાતમાં હોસ્પિટલમાં રહ્યા. તેમની સર્જરી પણ થઈ. જ્યારે હોશ આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે ટેક્નિકલી તેઓ 28 મિનિટ સુધી ડેડ હતા. ફિલના 3 બાળકો છે.
તેઓ ફેન્સ અને બાસ્કેટબોલને પોતાના જીવનનો શ્રેય આપે છે. તેમની આસપાસ અનેક લોકોએ તેમને મદદ કરી. ઘટનાના એક અઠવાડિયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ.
OMG! દુનિયાનું સૌથી મોંઘુ પાણી, એક બોટલના ભાવમાં આલીશાન ફ્લેટ આવી જાય, જાણો ખાસિયત
આખરે જનરલ બાજવાએ કબૂલી સચ્ચાઈ, ભારત સાથે યુદ્ધ પર કરી મોટી વાત
અંધવિશ્વાસે 47ના લીધા જીવ? પાદરીએ કહ્યું - ભૂખ્યા રહેશો તો Jesus સાથે થશે મુલાકાત
FB પોસ્ટ પર જણાવ્યો અનુભવ
તેમણે પોતાનો અનુભવ એક ફેસબુક પોસ્ટ પર લખ્યો છે. તેમણે કહ્યું કે આ બધુ વિચાર પર નિર્ભર કરે છે. જેનાથી તમે આગળ ડગ વધારો છો. મારી બુક્સમાં ફક્ત એક મહત્વની વસ્તુ છે તે છે કડક ફિઝિકલ ટ્રેનિંગ. પરંતુ આ એક માટે જ છે.
તેમણે એમ પણ લખ્યું કે મોતના મોઢામાંથી પાછા આવ્યા બાદ જિંદગીને લઈને તેમના દ્રષ્ટિકોણમાં ફેરફાર આવ્યો છે. તેઓ આ ખેલથી રિટાયર થવાના પોતાના નિર્ણય વિશે ફરીથી વિચાર કરવા પર મજબૂર થયા છે. તેમણે એમ પણ કહ્યું કે જે નાની વાતોની આપણે ચિંતા કરીએ છીએ હકીકતમાં તે તેને લાયક જ નથી. તમે આ કામ નથી કરી શકતા, એ વાત કોઈને પણ કહેવાની તક ન આપો. મારી કહાની એવા લોકો માટે પ્રેરણા બની શકે છે. તેમણે કહ્યું કે લોકોએ સીપીઆર આપવાનું શીખવું જોઈએ. જેથી કરીને કોઈનો જીવ બચી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube