General Bajwa: આખરે જનરલ બાજવાએ કબૂલી સચ્ચાઈ, ભારત સાથે યુદ્ધ પર કરી મોટી વાત

General Bajwa: આખરે જનરલ બાજવાએ કબૂલી સચ્ચાઈ, ભારત સાથે યુદ્ધ પર કરી મોટી વાત

પાકિસ્તાનના પૂર્વે સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ આખરે એ વાત કબૂલી લીધી જેને અત્યાર સુધી પાકિસ્તાન કે તેમની જનતા માનવાનો સ્પષ્ટપણે ઈન્કાર કરતા હતા. ભારત વિરુદ્ધ જંગ પર જનરલ બાજવાએ કહ્યું કે પાકિસ્તાનની સેના ભારતીય સેના સામે કશું નથી. ભારત વિરુદ્ધ જંગ માટે તેમની પાસે ગોળા બારૂદ અને આર્થિક તાકાતની કમી છે. 

પાકિસ્તાનના પત્રકાર હામિદ મીરે એક શોમાં જનરલ બાજવાના નિવેદનનો ઉલ્લેખ કર્યો. હામિદ મીરના જણાવ્યાં મુજબ જનરલ બાજવાએ સ્વીકાર્યું કે પાકિસ્તાન ભારત સાથે જંગ કરી શકે નહીં. કમાન્ડરોના સંમેલન દરમિયાન જનરલ બાજવાએ એ પણ સ્વીકાર્યું હતું કે પાકિસ્તાની સેનાનો ભારતીય સેના સામે કોઈ મુકાબલો નથી. હામિદ મીરે પૂર્વ સેના પ્રમુખના હવાલાથી ખુલાસો કર્યો કે પાકિસ્તાની સેના ભારતીય સેના સામે લડવામાં સક્ષમ નથી. 

હામિદ મીરે શો દરમિયાન કહ્યું કે જનરલ બાજવાએ 2021માં ખુલાસો કર્યો હતો કે તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ગુપ્ત વાતચીત કરી હતી. સંઘર્ષ વિરામની જાહેરાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાકિસ્તાન યાત્રાની યોજના કેવી રીતે બની તે અંગે પણ તેમણે જણાવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news