view from burj khalifa : દુનિયાભરમાં અનેક એવી ગગનચુંબી ઈમારતો છે, જેની બનાવટ અદભૂત છે. તેમાંથી કોઈ 70 માળની છે, તો કોઈ 100 માળની બનેલી છે. પરંતું તમને પૂછવામાં આવે તો દુનિયાની સૌથી ઉંચી ઈમારત કઈ છે, તો તમારા મોઢા પર દુબઈની ઈમારત બુર્જ ખલીફાનું નામ સૌથી આગળ આવે છે. બુર્જ ખલીફામાં જ્યાં નીચે દુકાનો અને મોલ છે, તો ઉપરના માળ પર લોકો માટે રહેણાંક વિસ્તાર છે. જેઓ દુબઈ જતા હશે તેઓ બુર્જ ખલીફાના દીદાર કર્યા હશે. તો કેટલાક લોકો વીડિયોમાં જ બુર્જ ખલીફાને જોયું હશે. બુર્જ ખલીફાની ઉંચાઈ 828 મીટર એટલે કે, 2717 ફીટ છે. તો આ ઈમારત 163 માળની છે. આવમાં તેના ટોપ ફ્લોરથી નીચે જોવુ એક અદભૂત નજારો બની શકે છે. જોકે, આવુ કરવુ બધાની તાકાત નથી હોતી. નબળા દિલના લોકોએ તેવુ કરવાથી દૂર રહેવુ જોઈએ. આવામાં આજે બુર્જ ખલીફાના ટોપ ફ્લોર પર ધરતીનો નજારો કેવો લાગે છે, તેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક યુવક બુર્જ ખલીફાના ટોપ ફ્લોર પર ચડ્યો હતો. આ વિડિયો મોહમ્મદ આકિબ નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઉંચી ઈમારત છે, જેના ઉપરના માળેથી નીચેનો નજારો અદ્ભુત હતો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે એ પણ જોઈ શકો છો કે એક વ્યક્તિ બુર્જ ખલીફાના ટોપ ફ્લોર પર ચડી રહ્યો છે. ત્યાંથી તે બાલ્કનીનો દરવાજો ખોલે છે અને કેમેરાને નીચેની તરફ ફેરવે છે. ઉપરના માળેથી નીચે જોતાં ચારે બાજુ વાદળો દેખાય છે. વચ્ચે એક-બે બહુમાળી ઈમારતો દેખાય છે. એવું લાગે છે કે આપણે સ્વર્ગમાં આવી ગયા છીએ, જ્યાં ચારેબાજુ વાદળો છે.


પૃથ્વીના 7 નહિ, પરંતું છ ખંડ છે, નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોનો અતિ ચોંકાવનારો દાવો


 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by md Akib (@mdakib8879)


 


વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આ શખ્સ કેમેરો ફેરવી ફેરવીને ચારે તરફનો માહોલ બતાવી રહ્યો છે. દરેક દિશામાં એક-બે જ ઈમારત નજર આવી રહી છે, બાકી માત્ર ને માત્ર વાદળો દેખાઈ રહ્યાં છે. પરંતુ આ વીડિયો જોયા બાદ તમારા હોંશ ઉડી જશે. નબળા દિલના લોકો તો આ વીડિયોને જોવાથી દૂર જ રહેજો. સાથે જ જેમને ઉંચાઈથી ડર લાગતો હશે, તેઓ બિલ્ડીંગના ટોપ ફ્લોર પર જવાના વિશે વિચારી પણ શક્તા નથી. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો ખૂબ જોવાઈ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 32 લાખથી વધુ વ્યૂ મળ્યાં છે. તો હજારો લોકોને તેને લાઈક કરી છે. આ ઉપરાંત સેંકડો કોમેન્ટ્સ પણ આવી છે.  


ગુજરાતના બે મોટા આગાહીકારોની ભવિષ્યવાણી : ઓગસ્ટમાં વરસાદનો એવો રાઉન્ડ આવશે કે ગુજરાત હચમચી જશે


વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે પ્રવીણ સોલંકીએ લખ્યું છે કે આટલી ઊંચાઈએ વરસાદ પણ નહીં પડે. નીતિન કુમારે સવાલ કર્યો છે કે તે ઉપરથી નીચે સુધી બિલકુલ દેખાતું નથી. આવી સ્થિતિમાં, નીચેથી ટોચ કેવી રીતે જોઈ શકાય? કાજલ શર્મા નામની મહિલા યુઝરને કંઈક બીજું જ રસ હતું. કાજલ જાણવા માંગે છે કે વીડિયો બનાવનાર વ્યક્તિ ઉપરના માળે કેવી રીતે પહોંચ્યો? તેણે કોમેન્ટમાં લખ્યું છે કે તમે આટલા ઊંચા કેવી રીતે ગયા? સીડી, લિફ્ટ કે હેલિકોપ્ટર દ્વારા? સાથે જ રીતેશ સોનીએ લખ્યું છે કે મેં 3 વર્ષ દુબઈમાં કામ કર્યું. બુર્જ ખલીફા જોવું એ ખરેખર એક અનોખો અનુભવ છે.