ગુજરાતના બે મોટા આગાહીકારોની ભવિષ્યવાણી : ઓગસ્ટમાં વરસાદનો એવો રાઉન્ડ આવશે કે ગુજરાત હચમચી જશે

Ambalal Patel And Paresh Goswami Prediction : ગુજરાતમાંથી હાલ વરસાદ ગાયબ થયો છે. અમદાવાદ તો તડકો આવીને જોરદાર ગરમી અનુભવાઈ રહી છે. જોકે, ગુજરાતમાં વરસાદનો જલ્દી જ એક નવો રાઉન્ડ આવશે. આવામાં ગુજરાતના બે મોટા હવામાન શાસ્ત્રીની આગાહી આવી ગઈ છે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ઓગસ્ટમાં ચોમાસાનો નવો રાઉન્ડ કેવો હશે તેની ભવિષ્યવાણી કરી.

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી

1/5
image

અંબાલાલ પટેલે કહ્યું કે, 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફિયરીંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં સારા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. (તસવીર : IMD, India Meteorological Department)

સપ્ટેમ્બર મહિનો પણ ભારે જશે

2/5
image

આગામી મહિનામાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિભારે રહેશે. ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુરાવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. (તસવીર : IMD, India Meteorological Department)

પરેશ ગોસ્વામીની આગાહી

3/5
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયાની ચેનલ પર આપેલી લેટેસ્ટ માહિતીમાં જણાવ્યુ છે કે, હાલ ગુજરાત પર કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં થઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. પરંતુ હવે આ ઝાપટાંની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે. ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટાં પડવાની હાલ કોઇ શક્યતા નથી. (તસવીર : IMD, India Meteorological Department)

4/5
image

પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, 9 અથવા તો 10મી તારીખે એક વરસાદનો રાઉન્ડ આવશે. બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવશે જેના કારણે રાજ્યમાં વરસાદ આવશે. 9 કે10મી ઓગસ્ટે વરસાદની જે સિસ્ટમ ચાલુ થશે તે લગભગ 11 કે 12 તારીખે પૂર્ણ થઇ જશે. આ રાઉન્ડ બે કે ત્રણ દિવસનો જ હશે. બહું લાંબો રાઉન્ડ નહીં હોય. (તસવીર : IMD, India Meteorological Department)

હવામાન વિભાગની આગાહી 

5/5
image

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં 8 અને 9 ઓગસ્ટના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. (તસવીર : IMD, India Meteorological Department)