લાહોરઃ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં જારી વિવાદ વચ્ચે મણિસંકર અય્યરે મોહમ્મદ અલી જિન્નાની પ્રશંસા કરી છે. તેના પાકિસ્તાન અને જિન્નાના પ્રેમે અરી એકવાર વિવાદને હવા આપી છે. પાકિસ્તાનમાં તેણે જિન્નાને કાયદ-એ-આઝમ કરીને પ્રશંસા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન તેણે કહ્યું કે વર્તમાનની એનડીએ સરકારે હિંદુત્વનો ખ્યાલ રજૂ કર્યો છે, પરંતુ તેનો વિરોધ થઈ રહ્યો છે. અય્યરે કહ્યું કે તેને જણાવવામાં આવ્યું કે કાયદ-એ-આઝમ જિન્નાની તસ્વીર તેના (સરકાર)ના ગુંડાઓએ એએમયુમાંથી હટાવી દીધી છે. 


મણિશંકર અય્યર આજે પાકિસ્તાનના લાહોર પહોંચ્યા હતા. જ્યાં તે 'થ્રેટ ટૂ સિક્યુરિટી ઇન ધ 21th સેન્ચુરી' ફાઇડિંગ એ ગ્લોબલ વે ફોરવર્ડ, ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં સામેલ થશે. આ કોન્ફરન્સ લાહોર યુનિવર્સિટી દ્વારા આયોજીત કરવામાં આવી છે. જેમાં "India, Pakistan; Seeking through Truth, Reconciliation and Peace" નામના શીર્ષક સત્રના મુખ્ય પ્રવક્તા મણિશંકર અય્યર છે. 


મણિશંકર અય્યરના આ નિવેદનને લઈને ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર હુમલો કર્યો છે. તેણે ટ્વીટ કહ્યું, કોંગ્રેસ અને પાકિસ્તાન વચ્ચે હેરાન કરનારી ટેલીપૈથી છે. કાલે પાકિસ્તાન સરકારે ટીયૂ સુલ્તાનને યાદ કર્યો, જેની જયંતિ કોંગ્રેસ ધામધૂમથી મનાવે છે અને આજે મણિશંકર અય્યરે જિન્નાની પ્રશંસા કરી છે. 



ગુજરાત ચૂંટણી દરમિયાન અમે જોયું કે ભાજપને હરાવવા માટે જે પ્રકારે કોંગ્રેસના મુખ્ય નેતાઓએ પાકિસ્તાની અધિકારીઓ સાથે ડિનર મીટિંગ કરી હતી અને હવે ટીપૂ સુલ્તાન અને જિન્નાને લઈને એકબીજાનો પ્રેમ સામે આવ્યો છે. અમિત શાહે કર્યું, હું કોંગ્રેસને અપીલ કરૂ છું તે આપણી ઘરેલૂ રાજનીતિમાં વિદેશ રાષ્ટ્રોને સામેલ ન કરે. ખ્યાલ છે કે મણિશંકર અય્યર તે જ છે, જેણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન મોદીને નીચ કહ્યા હતા, ત્યારબાદ કોંગ્રેસે તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીદા હતા.