સંયુક્ત રાષ્ટ્ર: ચીન (China) ને હાથો બનાવીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને કાશ્મીર મુદ્દામાં હસ્તક્ષેપ કરાવવાની તમામ કોશિશો નિષ્ફળ ગયા બાદ લાગે છે કે પાકિસ્તાન (Pakistan) ની સાન ઠેકાણે આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી (Shah Mehmood Qureshi)એ સ્વીકાર્યું છે કે દુનિયાની નજરે કાશ્મીર એ દ્વિપક્ષીય મુદ્દો છે. જે નવી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે જ ઉકેલાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ, ઈમરાનના મંત્રી સહિત 318 સાંસદ-MLA ધડાધડ સસ્પેન્ડ


તેમણે બુધવારે અહીં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે અનેક દેશોનું માનવું છે કે આ ચિંતાનો વિષય છે પરંતુ તેના પર ચર્ચા થવી જોઈએ અને દ્વિપક્ષીય રીતે જ તેનો ઉકેલ લાવવો જોઈએ. તેમણે જે દ્રષ્ટિકોણનો ઉલ્લેખ કર્યો તે ભારતની અધિકૃત સ્થિતિ છે જે અંગે 1972ના શિમલા કરાર હેઠળ કહેવાયું છે કે પાડોશીઓ વચ્ચેના વિવાદને દ્વિપક્ષીય રીતે જ ઉકેલ લાવવો જોઈએ. તેમાં કોઈ પણ બહારના દેશના હસ્તક્ષેપનો વિરોધ કરાયો છે. 


હોંશભેર પરણ્યા તો ખરા પરંતુ બે અઠવાડિયા બાદ દુલ્હન વિશે થયો ચોંકાવનારો ખુલાસો


ચીને બુધવારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની સામે કાશ્મીર મુદ્દાને ઉઠાવ્યો હતો. પરંતુ સભ્ય દેશોએ કહ્યું કે આ એક દ્વિપક્ષીય મુદ્દો છે આથી તેને અહીં લાવવો જોઈએ નહીં. રાજનયિક સૂત્રોએ કાર્યવાહીની જાણકારી આપી હતી. કોઈ પણ નિવેદન વગર આ બેઠક સમાપ્ત થઈ હતી. કુરેશીએ એ તથ્ય પર ભાર મૂક્યો હતો કે પાંચ મહિનામાં બીજીવાર પરિષદમાં કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા થઈ. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube