બાલાકોટમાં ફરી ધમધમી રહ્યાં છે આતંકી કેમ્પ, આ ખતરનાક આતંકી આપે છે ટ્રેનિંગ
પાકિસ્તાનના પીઓકે સ્થિત બાલાકોટમાં અનેક આતંકી કેમ્પો ફરી સક્રિય થઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ ભારત પર હુમલા માટે મસૂદ અઝહરનો સાળો 27 આતંકીઓને ટ્રેનિંગ આપી રહ્યો છે.
નવી દિલ્હી/ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પીઓકે સ્થિત બાલાકોટમાં અનેક આતંકી કેમ્પો ફરી સક્રિય થઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ ભારત પર હુમલા માટે મસૂદ અઝહરનો સાળો 27 આતંકીઓને ટ્રેનિંગ આપી રહ્યો છે.
FATFની બેઠક બાદ પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ બાલાકોટમાં જૈશના ટેરર કેમ્પ ફરી એકવાર એક્ટિવ થઈ ગયા છે. ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ બાલાકોટમાં જૈશના 27 આતંકીઓને ભારત પર હુમલા માટે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ 27 આતંકીઓમાંથી 19 પાકિસ્તાની આતંકીઓ છે અને 8 પીઓકેના છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube