નવી દિલ્હીઃ પાકિસ્તાનની કોર્ટે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે. તેમની પુત્રી મરિયમ શરીફને 7 વર્ષની સજા ફટકારી છે. આ નવાઝ માટે સૌથી મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. કારણ કે નવાઝની વિરાસતને આગળ લઈ જવાની જવાબદારી મરિયમ પર હતી. પાકિસ્તાનમાં ચૂંટણી થઈ રહી છે. આ નિર્ણય પહેલા મરિયમ બે સીટો પર ચૂંટણી લડવાની હતી, પરંતુ હવે ચૂંટણી લડી શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફને 10 અને પુત્રી મરિયમને 7 વર્ષની જેલની સજા


ચૂંટણીમાં તેની સંપત્તિ જાહેર કરવી તે મોટો મુદ્દો હતો. કારણ કે, ચૂંટણી પહેલા તે કહેતી હતી તેની પાસે કોઈ સંપત્તિ નથી. પરંતુ ચૂંટણીમાં તેણે 84 કરોડની સંપત્તિ જાહેર કરી. તે પાકિસ્તાનના સૌથી ધનવાન ઉમેદવારોમાંથી એક હતી. આ સમયે તે પોતાના પરિવારની સાથે લંડનમાં છે. હવે જોવાનું છે કે, તે ક્યારે પાકિસ્તાન પરત આવે છે.