કોરોના વચ્ચે નવી ચેતવણી, આગામી વર્ષે આ બીમારી બનશે સૌથી મોટો ખતરો
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ ઓરીને લઈને ચિંતા જાહેર કરી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે, કોવિડ-19 મહામારીને કારણે આગામી વર્ષે ઓરી મોટી સમસ્યા બની શકે છે.
મેલબોર્નઃ કોરોના વાયરસ (Coronavirus)થી છુટકારો મળી શક્યો નથી તો વૈજ્ઞાનિકોએ ઓરી (Measles)ને લઈને ચિંતા વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, કોવિડ-19 (Covid-19)ને કારણે 2021મા ઓસી દુનિયા માટે એક મોટી સમસ્યા બની શકે છે કારણ કે મહામારીને કારણે વિશ્વભરમાં અનેક બાળકો આ વર્ષે ઓરીની રસી (Measles Vaccine)થી વંચિત રહી ગયા છે.
મોટા પાયે ફેલાય શકે છે રસી
ઓસ્ટ્રેલિયાના બાળ રોગ નિષ્ણાંત કિમ મુલ્હોલેન્ડ સહિત શોધકર્તાઓનુ કહેવુ છે કે આ વર્ષે વિશ્વમાં અનેક બાળકો ઓરીની રસીથી વંચિત રહી ગયા છે, જેથી આગામી વર્ષે આ બીમારી મોટા પાયે સામે આવી શકે છે. ઓરીથી સંબંધિત વૈજ્ઞાનિકોની ચિંતા લેસેન્ટમાં પ્રકાશિત થઈ છે.
માત્ર 30 સેકેન્ડમાં મોઢાની અંદર Coronavirusને ખતમ કરી શકે છે માઉથવોશઃ અભ્યાસ
બાળકો થઈ રહ્યાં છે કુપોષિત
વૈજ્ઞાનિકને આગામી વર્ષોમાં ઓરીને મહામારીને બનતા રોકવા માટે તત્કાલ પગલા ભરવાનું આહ્વાન કર્યું છે. તેમનું કહેવું છે કે યાત્રા પ્રતિબંધો અને કોવિડ-19 પ્રોટોકોલ (Covid-19 Protocol)ના પગલાને કારણે 2020 ઓરી પ્રમાણે એક શાંત વર્ષ રહ્યું છે, પરંતુ વિપરીત આર્થિક પ્રભાવને કારણે અનેક બાળકો કુપોષિત થવાના મામલા સામે આવી શકે છે.
ગરીબ દેશો માટે ચિંતા
શોધકર્તાઓએ કહ્યું કે, કુપોષણની કારણે ઓરી વખુ ખતરનાક થઈ જાય છે, જેનાથી વધુ મોત થઈ શકે છે. તેવામાં ઓછી અને મધ્યમ આવક વાળા દેશો માટે આ સ્થિતિ વધુ ચિંતાનો વિષય હોઈ શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube