ભારતે આતંકીઓનો કર્યો સફાયો, તો પરમાણુ હથિયારોની વાત કરવા લાગ્યું પાકિસ્તાન
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના અંડરમાં આવતા કાશ્મીરમાં ઘૂસી આતંકવાદી અડ્ડાઓ પર બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. આ કાર્યવાહીનો સંપૂર્ણ ઉદેશ્ય માત્ર આતંકવાદીઓને નુકસાન પહોંચાડવાનો હતો, જે સફળ થયો છે.
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને બુધવારે પરમાણુ મુદ્દા પર નિર્ણય લેનાર એક મુખ્ય એકમની બેઠક બોલાવી છે. આ બેઠક એવા સમયે બોલાવામાં આવી છે જ્યારે ભારતે પાકિસ્તાને આતંકી સંગઠનના શિબિરને મંગળવારે નિશાન બનાવ્યું હતું. અહીંયા નોંધનીય વાત એ છે કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના અંડરમાં આવતા કાશ્મીરમાં ઘૂસી આતંકવાદી અડ્ડાઓ પર બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. આ કાર્યવાહીનો સંપૂર્ણ ઉદેશ્ય માત્ર આતંકવાદીઓને નુકસાન પહોંચાડવાનો હતો, જે સફળ થયો છે.
વધુમાં વાંચો: એક જ દિવસમાં પાકિસ્તાનની સાન ઠેકાણે આવી, કહ્યું-અમે યુદ્ધ નથી ઈચ્છતા
ત્યારે પાકિસ્તાન આતંકવાદી પર થયેલી આ કાર્યવાહીથી બોખલાઇ ઉઠી છે. તેઓ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની વાત કરી રહ્યાં છે. નેશનલ કમાન્ડ ઓથોરિટી નામની આ એકમ પાસે પાકિસ્તાને પરમાણુ હથિયારનું નિયંત્રણ, અભિયાન સાથે જોડાયેલા કામાન્ડર, તૈનાતી, અનુસંધાન, વિકાસ, રોજગાર, અભ્યાસ અને નીતિની જવાબદારી છે. મંગળવારે રાષ્ટ્રી સુરક્ષા સમિતિની એક બેઠકમાં એનસીએની બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બુધવારે સંસદના સંયુક્ત સત્ર ભારતની સાથેના ગંભીર માહોલ પર વાતચીત કરવા માટે બોલાવી હતી.
વધુમાં વાંચો: ભારતે PoKમાં કર્યો આતંકવાદીઓનો સાફાયો, નાગરીકોને કોઇ જ નુકસાન નહીં
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પુલવામા સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા છે. ત્યારે મંગળવારે, 26 ફેબ્રુઆરીના વહેલી સવારે મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા શિબિરને નષ્ટ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ અને તેમના પ્રશિક્ષક માર્યા ગયા છે.