ભારતે PoKમાં કર્યો આતંકવાદીઓનો સાફાયો, નાગરીકોને કોઇ જ નુકસાન નહીં

ભારતીય વાયુસેના દ્વારા નિયંત્રણ રેખા ક્રોસ કરી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ નષ્ટ કરવાના સંપૂર્ણ ઓપરેશન દરમિયાન કોઇ પણ પાકિસ્તાની સામાન્ય નાગરીકને કોઇ નુકસાન પહોંચ્યું નથી. જે ભારતે તેમની સૈન્ય કાર્યવાહી રણનીતિ અંતર્ગત નક્કી કર્યું હતું. પરંતુ પાકિસ્તાન દાવો કરી રહ્યો છે કે, ભારતીય વાયુસેનાની કાર્યવાહીમાં સામાન્ય લોકોનો પણ જીવ ગયો છે. જોકે, તેમનો આ દાવો પીઓકેના સામાન્ય નાગરીકો નકારતા હોય તે જોવા મળી રહ્યું છે કે, ભારતની કાર્યવાહીમાં એવું કશું થયુ નથી અને કોઇ સામાન્ય નાગરીકને નુકસાન પહોંચયું નથી.
ભારતે PoKમાં કર્યો આતંકવાદીઓનો સાફાયો, નાગરીકોને કોઇ જ નુકસાન નહીં

નવી દિલ્હી: ભારતીય વાયુસેના દ્વારા નિયંત્રણ રેખા ક્રોસ કરી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ નષ્ટ કરવાના સંપૂર્ણ ઓપરેશન દરમિયાન કોઇ પણ પાકિસ્તાની સામાન્ય નાગરીકને કોઇ નુકસાન પહોંચ્યું નથી. જે ભારતે તેમની સૈન્ય કાર્યવાહી રણનીતિ અંતર્ગત નક્કી કર્યું હતું. પરંતુ પાકિસ્તાન દાવો કરી રહ્યો છે કે, ભારતીય વાયુસેનાની કાર્યવાહીમાં સામાન્ય લોકોનો પણ જીવ ગયો છે. જોકે, તેમનો આ દાવો પીઓકેના સામાન્ય નાગરીકો નકારતા હોય તે જોવા મળી રહ્યું છે કે, ભારતની કાર્યવાહીમાં એવું કશું થયુ નથી અને કોઇ સામાન્ય નાગરીકને નુકસાન પહોંચયું નથી.

હકિકતમાં, પાકિસ્તાની ન્યુઝ પેપર ડોને તેમની વેબસાઇટમાં એક સમાચાર પ્રકાશિત કર્યા છે. જેમાં તેમણે સ્થાનિક લોકોની સાથે વાત કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે જાબામાં મંગળવાર સવારે ગ્રામિણોની ઊંધ તે સમયે સતત થઇ રહેલા વિસ્ફોટના કારણે ઉડી ગઇ હતી.

એક સ્થાનિક નાગરિકે કહ્યું કે અમે પાંચ મોટા વિસ્ફોટના અવાજથી ઉઠ્યા હતા. તેણે વધુમાં કહ્યું કે લીલાછમ ખેતરો અને ચીડના ઝાડથી ઘેરાયેલા પહાડી ઢાળમાં બોમ્બ બ્લાસ્ટથી એક મોટો ખોડા બની ગયો હતો.

આ ગામ ખૈબર પખ્તુંકવાના બાલાકોટ તાલુકામાં આવે છે. ત્યાંના નિવાસી અન્ય એક વ્યક્તિ મોહમ્મદ ઝાકીરે કહ્યું કે, પહેલા વિસ્ફોટ બાદ હું મારા ઘરમાંથી બહાર ભાગ્યો જોવા માટે કે શું થયું છે. મેં તેજસ્વી પ્રકાશનું એક કિરણ જોયું અને મારી માતાએ મને જલ્દી પાછો અંદર બોલાવી દીધો. ત્યારબાદ મેં અન્ય ત્રણ મોટા વિસ્ફોટ સાંભળ્યા. આ એક ભયાનક અને જોરદાર અવાજ હતો. હું તમને સમજાવી નહીં શકું.

ઝાકિરે કહ્યું, તેમના ઘરની સામે લગભગ 10 ફૂટ ઉંડો ખાડો બની ગયો હતો. પરંતુ તેનાથી ઘરોને કંઇ થયું નથી.

28 વર્ષના ચૌધરી શફકત અવૈસે કહ્યું કે, પહેલા મને લાગ્યું કે ભૂંકપ આવ્યો છે, જેના કારણે મારી 2005ની યાદો તાજા થઇ ગઇ હતી. જેણે બાલાકોટ અને મૂઝફ્ફરાબાદને બરબાદ કર્યું હતું.

એક જોરદાર ધ્રૂજારીના કારણે અમારા ઘર હચમચી ગયા અને ત્યાર બાદ એરક્રાફ્ટનો આવાજ આવ્યો. હું સવારે 10 વાગે તે જગ્યા પર ગયો અને મેં જોયું બે મોટા ખાડા હતા, જે વિસ્ફોટ બાદ થયા હતા.

કેટલાક અન્ય ગ્રામિણ, જેઓ ઘટનાના સાક્ષીઓ હતા અને સંપૂર્ણ ઘટનાક્રમ જણાવ્યો. તેમાંથી કેટલાક તો દારૂગાળોના ટુકડા લઇને આવ્યા હતા.

કેટલાકે વૃક્ષોમાં આગ લાગી હતી. ઝાકિર હસૈન શાહએ જણાવ્યું કે ત્યાં કેટલાક બળી ગયેલા વૃક્ષો હતા અને કંઇ ન હતું. ત્યારે અન્ય એક સાક્ષીએ કહ્યું કે, કેટલાક વૃક્ષોમાં આગ લાગી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news